આ ભવ્ય જશ્ન સ્ટાર એમબાપેના નામે

0
180

છેલ્લા કેટલાક વર્ષ ફ્રાન્સ માટે સારા રહ્યા નથી. ત્રાસવાદી હિંસા સામે લડતની અસર ફ્રાન્સને ઝેલવી પડી છે. પ્રમુખ ઇમેનુએલ મેક્રોએ શ્રેણીબદ્ધ વચન આપ્યા પરંતુ બેરોજગારીનો દર નીચે આવી શક્યો નથી. સાંસ્કૃતિક સંઘર્ષના કારણે ખાસ કરીને ઇસ્લામ અને પ્રવાસીઓને લઇને કડવા અનુભવ ફ્રાન્સે હાલમાં કર્યા છે. આ તમામ કડવા અનુભવ વચ્ચે મતદારોના ધ્રુવીકરણ પણ થતા રહ્યા છે. અંધેરાના આ પડછાયા વચ્ચે હવે ફ્રાન્સ માટે એક મોટી ખુશી આવી ગઇ છે. ફ્રાન્સને આ ખુશી ગયા રવિવારના દિવસે હાંસલ થઇ હતી. એ વખતે ફ્રાન્સે ફીફા વર્લ્ડ કપમાં ફાઇનલમાં ક્રોએશિયાને હાર આપી હતી. આની સાથે જ ફુટબોલ વિશ્વમાં ફ્રાન્સે હવે તેની સર્વોપરિતા સાબિત કરી દીધી છે. વર્લ્ડ કપમાં વિજેતા થયા બાદ ફ્રાન્સ હાલમાં જશ્નમાં છે. બે દશક બાદ ફ્રાન્સે ફુટબોલમાં ચેમ્પયનશીપ જીતવામાં સફળતા મેળવી હતી. ફ્રાન્સમાં જશ્નની ઉજવણી હજુ જારી છે. કારના હોર્ન સતત વાગી રહ્યા છે. ચિચકારિઓ હજુ સાંભળવા મળી રહી છે. જેમ જ ફ્રાન્સની ટીમે ક્રોએશિયાને ૪-૨થી હાર આપી કે ફ્રાન્સના લોકો ક્રેઝી બની ગયા હતા. ખુશી ચરમસીમા પર પહોંચી ગઇ હતી. પેરિસના મુખ્ય માર્ગો, ફ્રાન્સનમા કૈફે ટેરેસ સહિત તમામ વિસ્તારોમાં લોકો જાહેરમાં આવી ગયા હતા અને ઉજવણી કરી હતી. જા કે ઉપનગરીય વિસ્તાર બોન્ડીમાં ખુશી વધારે હત. કારણ એ છે કે ટીમના સ્ટાર ખેલાડી ૧૯ વર્ષીય કિલિયન એમબાપેનુ અહીં જ ઘર છે. ઓછી આવક ધરાવતા સમુદાયના લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. બોન્ડી સુધી દુનિયાના સૌથી સમૃદ્ધ ગણાતા વિસ્તાર પેરિસથી ટ્રેનમાંથી બેસીને મિનિટોમાં જ પહોંચી શકાય છે. પેરિસના બીજા ઉપનગરીય વિસ્તારોની જેમ જ બોન્ડીની વસ્તીમાં પણ પ્રવાસીઓએઅને તેમની પેઢીનુ પ્રભુત્વ રહેલુ છે. સામાન્ય રીતે આવા વિસ્તારોને ફ્રાન્સના વિદેશી મિડિયા પતન તરફ વધી રહેલા વિસ્તાર તરીકે ઉલ્લેખ કરે છે. જે અપરાધને જન્મ આપનાર વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. હાલની ઘટનાઓ બાદ આવા વિસ્તારો ત્રાસવાદના અડ્ડા તરીકે છે. આવા ઉપનગરીય વિસ્તારો માટે કેટલાક લોકો તો જવાનુ પસંદ કરતા નથી. એટલે કે આવા વિસ્તારોને ફ્રાન્સમાં કોઇ મહત્વ આપવામાં આવતુ નથી. આવા વિસ્તારોના ફ્રાન્સના સાર્વભૌમત્વ અને અને અન્ય બાબતો સાથે કોઇ લેવાદેવા નથી. પરંતુ ફીફા વર્લ્ડ કપ બાદ ધારણા બદલાઇ ગઇ છે. રાષ્ટ્રીય અસ્મતાને લઇને ઝનુની ફ્રાન્સની ટીમ ચોક્કસપણે બહુસંસ્કૃતિ ધરાવતી ટીમ છે. જે એક વિવિધતાપૂર્ણ દેશની છાપ ઉભી કરે છે. જે રાષ્ટ્રીય સફળતાની બાબત સાબિત કરે છે. કોઇ પણ અન્ય સ્થાન કરતા વધારે બાબત અહીં બોન્ડીમાં સાબિત થઇ રહી છે. જ્યારે એક હાઇવે પર એમબાપેના ચહેરાના મ્યુરલ લટકાવી દેવામાં આવ્યા છે. જેના પર લખવામાં આવ્યુ છે કે સંબાવનાઓના શહેરમાં આપનુ સ્વાગત છે. એમબાપે આજે સમગ્ર દેશ અને બોન્ડીના ગૌરવ સમાન છે. ફ્રાન્સની રાષ્ટ્રીય ટીમ હમેંશા અને લાંબા સમયથી રાષ્ટ્રીય અસ્મતા અને ખાસ કરીને નસ્લીય વિવિધતાને લઇને ચર્ચામાં રહી છે. ટીમને જરૂર કરતા વધારે બહુ સાંસ્કૃતિક હોવાના કારણે ટાર્ગેટ પણ બનાવવામાં આવી છે. જેમાં નેશનલ ફ્ન્ટના સ્થાપક જીન મેરી લી પેન પણ સામેલ છે. તેમનુ કહેવુ છે કે ઘેરા રંગની ચામડી ધરાવતા ખેલાડીઓના કનેક્શન ફ્રાન્સની રાષ્ટ્રીય અસ્મતા સાથે કોઇ લેવાદેવા નથી. તેઓ રાષ્ટ્રગીત પણ સમજી શકતા નથી. આ વર્ષે આફ્રિકામાં કેટલાક સમર્થકો દ્વારા ફ્રાન્સની ટીમને આફ્રિકી ટીમ કહેવાને લઇને વિવાદ પણ થયો હતો. ટીમમાં મહાદ્ધિપ મુળના ખેલાડીઓની સંખ્યા હોવાના કારણે આવી ટિપ્પણી આવી હતી. દાખલા તરીકે એમબાપેને જ લેવામાં આવે તો તેનો જન્મ ફ્રાન્સમાં થયો છે પરંતુ તેના પિતા મુળભુત રીતે કેમરૂન અને માતા અલ્જેરિયાની છે.
રવિવારના દિવસે સેંકડો લોકો બોન્ડીના સ્ટેડિયમમાં ફાઇનલ મેચની મજા માણવા માટે એકત્રિત થયા હતા. બાળકો હોય કે મોટા હોય તમામ લોકોએ મેચની મજા માણી હતી. બોન્ડીના લોકોમાં ખાસ આંખોમાં ચમક જાવા મળી હતી. કારણ કે એમબાપે સ્ટાર ખેલાડી તરીકે ઉભર્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY