ગુજરાતમાં કરદાતાની સંખ્યા ૫૭ લાખ થઈ,૬૦ ટકાથી વધુ નિલ રિટર્ન ભરાયા

0
9

ગાંધીનગર,તા.૬
ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષમાં ૨૩.૬૩ લાખ નવા કરદાતા ઉમેરાયા છે, તેથી ગુજરાતમાં કરદાતાની સખ્યા ૫૭.૧૬ લાખ થઇ છે. આટલા બધા કરદાતાથી સરકારની તિજારીમાં ઇનકમ ટેક્સની આવકમાં અધધધ કહી શકાય તેવો વધારો થયો હશે તેમ લાગે પણ વાસ્તવિકતા એવી છે કે આટલા કરદાતા પૈકી ૬૦ ટકાથી વધુ કરદાતાએ તો નિલ રિટર્ન જ ફાઇલ કયા છે. બાકીના ૪૦ ટકા પૈકી પણ મોટા ભાગના કરદાતા ખૂબ જ ઓછું રિટર્ન ભરતા હોય છે. માંડ સાતેક ટકા કરદાતાનું રિટર્ન જ મોટું હોય છે.
દર વર્ષે ગુજરાતમાંથી ઇનકમ ટેક્સ ઉઘરાવવાનો ટાર્ગેટ વધી રહ્યો છે. ગત વર્ષે ટાર્ગેટ ૪૬,૮૬૮ કરોડ હતો, જે આ વર્ષે વધારીને ૫૫,૫૭૧ કરોડ કરી દેવામાં આવ્યો છે. કરદાતાઓનો આંક વધવાથી ઇનકમ ટેક્સની આવક વધી જ જાય તેવી કોઇ જ ગેરંટી ન હોવાનું ટેક્સ એક્સપર્ટ પ્રમોદ પોપટ જણાવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં જે રિટર્ન ફાઇલ થાય છે તે પૈકી ૬૦ ટકા તો નિલ જ ફાઇલ થતા હોય છે. વેપારીઓ પરિવારના નામે જુદા જુદા બિઝનેસ બતાવી ટેક્સ બચાવતા હોય છે. પગારદાર કર્મચારીઓને ટીડીએસ રિફંડ માટે પણ રિટર્ન ફાઇલ કરવા પડતાં હોય છે.
ટેક્સ એડવાઇઝર વારિશ ઇશાનીના જણાવ્યા મુજબ લોકો વિઝા મેળવવા માટે પણ રિટર્ન ફાઇલ કરતા હોય છે. સામાન્ય સંજાગોમાં ટેક્સની કૂલ આવકની ૮૦ ટકા આવક પગારદાર કર્મચારીઓ દ્વારા જ થતી હોય છે. વેપારીઓ ઇનકમ ટેક્સ ન ચુકવવાના ઘણા માર્ગ શોધી લેતા હોય છે. ખાસ કરીને રિફંડ, ક્રેડિટ કાર્ડ સહિતની કામગીરી માટે જ રિટર્ન ફાઇલ થતા હોય છે. જે લોકો ઇનકમ ટેક્સ ભરતા હોય છે તેમાં પણ ખૂબ જ ઓછો ઇનકમ ટેક્સ ભરવાવાળાની સંખ્યા ખૂબ જ મોટી હોય છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY