ફાઇવ જી ટેકનોલોજી લાઇફ બદલશે.

0
105

થોડાક વર્ષોમાં ભારત સહિતના દુનિયાના દેશોમાં ઉપલબ્ધ બનવા જઇ રહેલી ફાઇવ જી ટેકનોલોજી વાત કરવા , કાર ચલાવવા અને અન્ય તમામ બાબતોના અંદાજને સંપૂર્ણપણે બદલી નાંખશે.

ભારતમાં ફાઇવ જી ટેકનોલોજી વર્ષ ૨૦૨૨ પહેલા ઉપલબ્ધ થઇ શકશે નહીં. ફાઇવ જી ટેકનોલોજી આધારિત મોબાઇલ સેવા ખેડુતોને પાક અને જમીનના સંબંધમાં ખાતરોના ઉપયોગ ખાદ્યના ઉપયોગ અને પાણીના યોગ્ય પ્રમાણના સંબંધમાં પણ માહિતી આપશે. સેટેલાઇટ અને ડ્રોન મારફતે તેની મદદ તમામ ખેડુત સમુદાયના લોકોને મળનાર છે. ભારતમાં ફાઇવ જી ટેકનોલોજી માટે પ્રયાસ હાલમાં શરૂઆતી તબક્કામાં છે. પરંતુ દક્ષિણ કોરિયા, જાપાન અને ચીન આગામી બે વર્ષમાં આ સેવાનો લાભ લેતા થઇ જાય તેમ માનવામાં આવે છે.

ફોન કરવાવાળાનો થ્રીડી ફોટો દેખાશે અને તેમની સાથે વાતચીત કરી શકાશે. હાલના ફોરજી નેટવર્કને બદલી નાંખવાના બદલે ફાઇવ જી તેને વધારે યોગ્ય અને આદર્શ બનાવશે. આ મોબાલ બ્રોડબેન્ડની બૈન્ડવિડથ, ક્ષમતા, અને કોઇ પણ અડતણ વગર નેટવર્કમાં ઉલ્લેખનીય સુધારો કરનાર છે. આના માટે મોબાઇલ ટાવર અને ઇમારતો પર હજારો નાના શક્તશાળી નેનો એન્ટના લગાવવામાં આવશે. જે ફાઇવ જી મોબાઇલની ગતિને ૧૦૦ એમબીપીએસથી વધારીને ૧૦ જીબીપીએસ કરી દેશે.

વધારે સારા નેટવર્ક અને ઇન્ટરનેટ સ્પીડની માંગ આજની તાકીદની જરૂરીયાત દેખાઇ રહી છે. કારણ કે અમે ટેકનોલોજી અને ઓનલાઇન સેવા પર ઝડપથી આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આવી સ્થતીમાં ફાઇવ જી દુરસંચાર સેવા માટે દેશમાં ખુબ પહેલાથી જ ફાઇવ જીને લઇને ચર્ચા શરૂ કરવામાં આવી ચુકી છે. પરંતુ દુરસંચાર સચિવ અરૂણા સુન્દરરાજને કહ્યુ છે કે દેશમાં ફાઇવ જી સેવા ૨૦૨૨ પહેલા મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. સ્માર્ટ સિટી અને ડિજિટલ ઇન્ડયા માટે સ્માર્ટ મુળભુત માળખાની પણ જરૂર છે. ફાઇવ જી માટે શરૂઆતી દોરની તૈયારી પણ વર્ષ ૨૦૨૦ પહેલા શરૂ કરી શકાશે નહીં.

નવી ફાઇવ જી ટેકનોલોજીમાં વધારે સારા નેટવર્ક અને વીજળીનો ઓછો ઉપયોગ અને હાઇ સ્પીડ ડાઉનલોડ ક્ષમતાના દાવા પહેલાથી જ કરવામાં આવી રહ્યા છે. ફાઇવ જી ટેકનોલોજીના માધ્યમથી ઓટોમેટિક વાહનોને ચલાવવા, રોબોટિક સર્જરી અને હોલોગ્રાફિક કોલ પણ કરવામાં આવી શકે છે. આ જ કારણ છે કે જે ક્ષેત્રોમાં તેની સૌથી વધારે માંગ રહેશે ત્યાં જ તેને સૌથી પહેલા આપવામાં આવનાર છે. આગામી પેઢીની ટેકનોલોજી તરીકે આને ગણવામાં આવે છે. ફાઇવ જી ટેકનોલોજી માત્ર મોબાઇલ ફોન સુધી જ મર્યાદિત રહેનાર નથી. તેનો ઉપયોગ ઓટોમેટિક કાર, વધારે વાસ્તવિક અનુભવવાળા વિડિયો ગેમ્સ, રોબોટિક સર્જરી ઉપરાંત થ્રીડી હોગ્રાફિક કોલ માટે પણ કરવામાં આવી શકે છે.

એક ટોપની મોબાઇલ કંપની દ્વારા તાજેતરમાં જ બ્રિટનમાં ફાઇવ જી ટેકનિકનો ઉપયોગ કરીને દુનિયામાં પ્રથમ વખત હોલોગ્રાફિક કોલ કરીને ચર્ચા જગાવી હતી. હોલોગ્રાફિક કોલમાં બીજી બાજુ રહેલી વ્યક્તની આભાસી કૃતિ અમારી સામે ઉભરે છે. જેના કારણે આમને સામને બેસીને વાત કરી રહ્યા હોય તેમ અનુભવ થાય છે. કંપનીના એન્જનિયર્સ દ્વારા મૈનસેસ્ટર સ્થત સ્ટુડિયોથી ત્રિ સ્તરીય ફોટોને એક વર્ચુઅલ રિયાલિટી હેન્ડસેટના માધ્યમથી લંડન સ્થત પોતાના હેડક્વાર્ટસમાં મોકલી દીધા હતા. હેડક્વાર્ટસમાં કોલ રિસીવ કરનાર વ્યક્ત કોલરને પોતાની સામે ઉભા રહેલા હોય તેમ જાયા હતા. એટલુ જ નહી બલ્કે થ્રીડી ફોટો સ્ટુડિયોમાં રહેલા ચાહકોની સામે પણ બની ગયો હતો. આ નજારો વર્ષ ૧૯૭૭ની સ્ટાર્સ વોર્સ, ૨૦૦૯ની જીઆઇજા-રાઇઝ ઓફ કોબરા અને માર્વલની સાઇન્સ ફિક્શન ફિલ્મ જેવો રહ્યો હતો.

વર્ષ ૧૯૭૭માં પ્રથમ વખત સ્ટાર વોર સિરિઝની ફિલ્મમાં હોલોગ્રાફિક કોલની સુવિધા દર્શાવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯માં દક્ષિણ કોરિયા માર્ચ સુધી આ સુવિધા શરૂ કરી શકે છે.ચીનમાં ૨૦૨૦ સુધી આ સેવા શરૂ કરવામાં આવશે. નવી ટેકનોલોજીને લઇને ભારતમાં જ નહીં બલ્કે દુનિયાના દેશોમાં આની ચર્ચા છે. આ નેટવ‹કગને વહેલી તકે લાવવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. જાપાન અને ચીનમાં પણ લાખો કરોડો લોકોમાં આ ફાઇવ જી ટેકનોલોજીને લઇને ઉત્સુકતા છે. આને લઇને કેટલીક ફિલ્મો બની ચુકી છે. જેને જાઇને લોકો રોમાંચ અનુભવ કરી ચુક્યા છે. આ બાબત હવે વાસ્તવિકતા બની જશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY