રાઉન્ડ ૧૬ : ફ્રાન્સની હવે આર્જેન્ટિના વિરુદ્ધ કસોટી

0
9

મોસ્કો,તા. ૨૯
ફિફા વર્લ્ડકપમાં ૧૪મી જુનથીથી પ્રથમ રાઉન્ડની મેચોનો દોર ચાલી રહ્યો હતો. આ દોર પૂર્ણ થયા બાદ હવે આવતીકાલથી દિલધડક રાઉન્ડ ૧૬ની શરૂઆત થઇ રહી છે. હવે વાપસી કરવાની કોઇ ટીમને તક મળશે નહી. જે ટીમો હારશે તે ટીમો બહાર થઇ જશે. રાઉન્ડ ૧૬ના પ્રથમ દિવસે આવતીકાલે બે મેચો રમાનાર છે. જે પૈક પ્રથમ મેચમાં ફીફા વર્લ્ડ કપમાં વર્ષ ૨૦૧૪માં રનર્સ અપ રહેલી આર્જેÂન્ટનાની ટક્કર ફ્રાન્સ સામે થશે. ફ્રાન્સની ટીમ હોટફેવરીટ તરીકે ઉતરશે. કારણ કે આર્જેÂન્ટના ખુબ મુશ્કેલથી સરળ ગ્રુપ હોવાના કારણે રાઉન્ડ ૧૬માં પ્રવેશ કરી શક્યુ છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે ૭-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. બીજી મેચ આવતીકાલે ઉરુગ્વે અને પોર્ટુગલ વચ્ચે રમાશે. આ મેચનુ પ્રસારણ રાત્રે ૧૧-૩૦ વાગેથી કરવામાં આવનાર છે. ઉરુગ્વે વધારે શાનદાર ફોર્મમાં છે. તે જાતા તે ફેવરીટ ટીમ છે. સુઝારેઝ અને રોનાલ્ડો વચ્ચે સ્પર્ધા થનાર છે. આ મેચ પણ રોચક રહેશે પ્રથમ તબક્કામાં ૪૮ મેચો રમાઇ ચુકી છે. એક દિવસના બ્રેક બાદ રાઉન્ડ ૧૬ હવે શરૂ થશે. ૩૦મી જુનથી આની શરૂઆત થઇ રહી છે.રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરીની ગોઠવણી કરવામાં આવી છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપમાં તંમામ ટીમો પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી. જેથી શરૂઆતથી મોટી ટીમો મુશ્કેલીમાં મુકાઇ હતી. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે જેનુ પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. તમામ મેદાન ખાતે સફળ રીતે આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો મેદાનમાં ઉતરી હતી. પ્રથમ રાઉન્ડના દોર બાદ હવે અનેક ટીમો બહાર ફેંકાઇને સ્વદેશ પરત ચુકી છે.તમામ શÂક્તશાળી ટીમોમાંથી ચેÂમ્પયન કોણ બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફીફા વર્લ્ડ કપમાં એક સાથે પાંચ મુÂસ્લમ દેશ આ વખતે રમી રહ્યા છે. ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ફિફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૂપિયા આપવામા ંઆવનાર છે.ફીફા કપમાં વિજેતાને ૨૨૫ કરોડની રકમ મળનાર છે. ફીફા વર્લ્ડ કપમાં રમી રહેલી તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ અપાશે. ક્વાર્ટર ફાઇનલમાં હારી જનાર ટીમને એક કરોડ ૬૦ લાખ ડોલરની રકમ અપાશે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે આ વખતે પહોંચી હતી.આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બેક ટુ બેક આવી હતી. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત મેદાનમાં આવ્યા હતા. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.આ વખતે આઈસલેન્ડ અને પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા હતા. ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે.પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું હતુ. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા હતા. જે શÂક્તશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ રહી હતી. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY