સર્બિયા ઉપર જીત મેળવીને બ્રાઝિલ આગામી રાઉન્ડમાં

0
32

મોસ્કો, તા. ૨૯
વર્લ્ડકપમાં પ્રથમ રાઉન્ડની મેચોનો દોર આખરે પૂર્ણ થઇ ગયુ છે. ગુરૂવારના દિવસે ચાર મેચો રમાઇ હતી. જે પૈકીની એક મેચમાં પાંચ વખતના વિશ્વ ચેÂમ્પયન બ્રાઝિલે સર્બિયાપર ૨-૦થી જીત મેળવીને અંતિમ ૧૬માં કુચ કરી હતી. હવે તે અંતિમ ૧૬માં મેÂક્સકોની સામે ટકરાશે. અન્ય મેચમાં કોલંબિયાએ સેનેગલ પર ૧-૦થી જીત મેળવી હતી. સ્વીત્ઝર્લેન્ડ અને કોસ્ટા રિકા વચ્ચેની મેચ ૨-૨ ગોલથી બરોબર રહી હતી. પોલેન્ડે જાપાન પર ૧-૦થી જીત મેળવી હતી. અંતિમ ૧૬ માટેનો તખ્તો હવે તૈયાર થઇ ગયો છે. તે પહેલા ચાર વખતની ચેÂમ્પયન ટીમ કજાન ખાતે રમાયેલી મેચમાં આશ્ચર્યજનક રીતે કિમ યંગ અને સોન મીન દ્વારા ઇન્જરી ટાઇમમાં કરવામાં આવેલા બે ગોલની મદદથી દક્ષિણ કોરિયા સામે હારી ગઇ હતી. આની સાથે જ વર્લ્ડ કપમાં હજુ સુધીનો સૌથી મોટ અપસેટ સર્જાઇ ગયો હતો. જર્મન ચાહકો મેદાનમાં જ રડી પડ્યા હતા. જર્મનીમાં પણ આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. આ વખતે જર્મન ખેલાડી ફોર્મમાં દેખાઇ રહ્યા ન હતા. તેના ત્રણ મેચોમાં ત્રણ પોઇન્ટ રહ્યા હતા. તેની પ્રથમ મેચમાં મેÂક્સકો સામે હાર થઇ હતી. ત્યારબાદ સ્વીડન સામે તેની જીત થઇ હતી. જા કે તેના કરતા ખુબ નબળી ગણાતી ટીમ દક્ષિણ કોરિયા સામે તેની હાર થઇ ગઇ હતી. છેલ્લા પાંચ વર્લ્ડ કપમાં ચોથી વખત આવુ બન્યુ છે જ્યારે વર્તમાન ચેÂમ્પયન ટીમ બહાર થઇ છે. તે પહેલા ફ્રાન્સ, ઇટાલી, અને સ્પેનની ટીમ બહાર થઇ ગઇ હતી. કોરિયન ટીમનો દેખાવ જારદાર રહ્યો હતો. ફ્રાન્સની ટીમ ત્રણ મેચોમાં બે જીત સાથે સાત પોઇન્ટ ધરાવે છે. તે પ્રથમ સ્થાને રહી છે.ડેનમારપ્ક ત્રણ બે ડ્રો સાથે પાંચ પોઇન્ટ ધરાવે છે. ફ્રાન્સની ટીમ હવે ૩૦મી જુનના દિવસે ગ્રુપ ડીમાં બીજા સ્થાને રહેનાર આર્જેÂન્ટનાની સામે ટકરાશે.. જ્યારે ડેનમાર્ક આગામી દિવસે પહેલી જુલાઇના દિવસે ક્રોએશિયા સામે ટકરાશે. ક્રોએશિયા પણ અંતિમ ૧૬માં પ્રવેશી ગયુ છે. ક્રોએશિયાની ટીમ ગ્રુપ દોરમાં કોઇ મેચ હારી નથી. તે પહેલા સોમવારના દિવસે તમામ મેચો રોમાંચક રહી હતી. પ્રથમ મેચમાં ધારણા પ્રમાણે ઉરુગ્વેએ જારદાર રમત રમીને યજમાન રશિયાને ૩-૦થી હાર આપી હતી. રશિયાની શરૂઆતની બંને મેચોમાં જીત થઇ હતી. જા કે આ મેચમાં ઉરુગ્વેની સામે તેની તમામ નબળાઇ સપાટી પર આવી ગઇ હતી. ઉરુગ્વે તરફથી સુઝારેજ સહિતના તમામ ખેલાડી ફોર્મમાં દેખાયા હતા. સ્પેન અને મોરક્કો વચ્ચેની મેચ ૨-૨થી બરોબર રહી હતી. સ્પેન તરફથી ઇસ્કો અને લાગો અસ્પાસે ગોલ કરીને પોતાની ટીમની પ્રતિષ્ઠા બચાવી હતી. મોરક્કોની જારદાર રમત રહી હતી. પોર્ટુગલ અને ઇરાન વચ્ચેની મેચ ૧-૧ ગોલથી બરોબર રહ્યા બાદ ગોલ અંતરના આધાર પર સ્પેન ગ્રુપ બીમાં હવે ટોપ પર છે. રાઉન્ડ ૧૬માં હવે સ્પેન રવિવારના દિવસે મોસ્કોમાં યજમાન રશિયા સામે ટકરાશે.
બીજી બાજુ પોર્ટુગલની ટીમ ગ્રુપ એમાં ટોપ પર રહેલી ઉરુગ્વેની ટીમ સામે શનિવારના દિવસે સોચીમાં ટકરાશે. સાઉદી અરેબિયાએ ઇજિપ્ત પર ૨-૧થી જીત મેળવી હતી. તે પહેલા રવિવારના દિવસે રમાયેલી મેચોમાં એકબાજુ શÂક્તશાળી ઇંગ્લેન્ડની ટીમે પનામા પર ૬-૧થી જીત મેળવી હતી. જે તેની તાજેતરના સમયની સૌથી મોટી જીત છે. ઇંગ્લેન્ડે આ મેચ મોટા અંતરથી જીતીને તમામ હરિફ ટીમોને ચેતવણી આપી હતી.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY