નર્મદા માં મોસમના કુલ વરસાદમાં ૧૫૦ મિ.મિ. સાથે ગરૂડેશ્વર તાલુકો જિલ્‍લામાં મોખરેે

0
210

રાજપીપળા: નર્મદા જિલ્‍લામાં તા.૨૯ મી જૂન, ૨૦૧૮ ને શુક્રવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં ૪૦ મિ.મિ., નાંદોદ તાલુકામાં ૧૪ મિ.મિ. અને સાગબારા તાલુકામાં ૦૫ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ પ્રાપ્‍ત થયા છે. આ સિવાય જિલ્‍લાના દેડીયાપાડા અને તિલકવાડા તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાવા પામ્યો નથી.

નર્મદા જિલ્‍લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની પરિસ્થિતિ જોઇએ તો ગરૂડેશ્વર તાલુકો- ૧૫૦ મિ.મિ. વરસાદ સાથે પ્રથમ સ્થાને, સાગબારા તાલુકો- ૧૦૩ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, દેડીયાપાડા તાલુકો – ૮૮ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૬૮ મિ.મિ. ચતુર્થ સ્થાને અને તિલકવાડા તાલુકો- ૫૮ મિ.મિ. વરસાદ સાથે પાચમા સ્થાને રહેવા પામ્યો છે.

નર્મદા જિલ્‍લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૦૭.૭૧ મીટર, કરજણ ડેમ- ૯૯.૭૦ મીટર, કાકડીઆંબા ડેમ- ૧૮૧.૧૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૧૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૩.૮૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્‍લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્‍ત થયાં છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY