થાઈલેન્ડ ગુફાની ઘટનામાં ૧૩ લોકો ભારતીય યોગાને કારણે બચી ગયા

0
208

થાઈલેન્ડની એક ગુફામાં ૧૨ બાળકો અને તેમની ફૂટબોલ ટીમના કોચને કેટલાય દિવસો પછી સુરક્ષિત બહાર કાઢીને વિશ્વના કેટલાય દેશોના નિષ્ણાંત ગોતાખોરોને ઘણું સરસ રીતે પરાક્રમ કરી બતાવ્યું. હોલિવૂડની ફિલ્મોમાં સંવાદ છે કે હામૈને કર દિખાયા યા હમને કર દિખાયાની જેમ ગોતાખોરોએ ખરેખરમાં કમાલ કરી બતાવી. સમગ્ર વિશ્વનું ધ્યાન આ ઘટના તરફ હતું. ભારતે પણ આ બાળકોને બચાવવા અહમ્‌ ભૂમિકા ભજવી. કદાચ આ પ્રથમ વાર આવું થયું છે કે જેમાં બારતને પણ રેસ્ક્યુ આૅપરેશનમાં ભળવાનો મોકો મળ્યો. આ સાથે જ ભારતની પ્રાચિન સંસ્કૃતિ ધ્યાન યોગ-મેડિટેશનના કારણે જ ૧૨ લોકો ગુફાની અંદર કેટલાય દિવસો સુધી માનસિક સ્થિરતા બનાવી રાખેલ હતી. તેવી ખબર જ્યારે વિદેશી ગોતાખોરોએ વિદુનિયા સમક્ષ મૂકી ત્યારે ભારત ગજગજ છાતી ફૂલવા સાથે મુકુટમાં ખ્યાતિની ચાર ચાર કલગી લાગી ગઈ.
જે ઘટનાને વિશ્વભરના ગોતાખોરોએ એક ચેલેન્જના રૂપમાં ઉઠાવી લીધી તેમાં બારતે સીધા જ મોટા વોટર પંપ ગુફામાંથી પાણી ખેંચી કાઢવા થાઈલેન્ડને આપ્યા પરંતુ ગુફાની અંદર બેઠેલા ૧૨ નાબાલિક કિશોરોને આટલા બધા દિવસો માનસિક સ્વસ્થતા ગુમાવ્યા સિવાય જીવતા રાખવામાં તેમના કોચે જે રસ્તો અપનાવ્યો તે માની લો કે સીધો સીધો ભારતની પ્રાચીન ધરોહરથી નીકળીને સીધો ગુફામાં જઈ રહ્યો હતો! ખરેખરમાં આ કિશોરોની ફૂટબોલ ટીમના કોચ પહેલાં બૌદ્ધ સાધુ હતા. અને પછીથી કોચ બન્યા બૌદ્ધ સાધુથી તેઓએ ભારતીય યોગા શીખ્યા જેમાં ધ્યાન યોગા અથવા મેડિટેશન મુખ્ય હતા. કોચે જમીનની નીચે અંધારામાં કરેલા અને ન જાણે શું થશે એવી માનસિક હાલતમાં તેમને જીવતા રાખવા માટે ગુફાની અંદર કિશોરોની ટીમને મેડિટેશન કરાવતા રહ્યા અને તેમની હિંમત વધારતા રહ્યા. ગુફામાં સૌથી પહેલાં પહોંચનાર ગોતાખોરને જાયા તો દંગ રહી ગયા. ૧૧ વર્ષથી ૧૭ વર્ષની ઉંમરના કિશોરોને આરામ સાથે ધ્યાનની સ્થિતિમાં બેસેલા નજર આવ્યા. કોઈના ચહેરા પર ડરની કોઈ નિશાની ના મળી. દરેક સુરક્ષિત છે અને ગુફાની અંદર નહિ પરંતુ સુરક્ષિત સ્થળ પર બેઠા હતા.
થાઈ નેવીએ જ્યારે આ રોજ ફેસબુક ઉપર જાહેર કર્યો ત્યારે જાણે ભારતની પ્રાચીન ધરોહર સમાન યોગા અને ધ્યાન યોગાને ફરી એકવાર સ્વિકૃતિ મળી. ધ્યાન યોગાથી વ્યક્તિ મુશ્કેલ સ્થિતિમાં પોતાની જાતને સંતુલિત રાખીને વિકટ પરિસ્થિતિઓમાં પાર ઉતરી શકે છે. આ થાઈની ગુફામાં એક ચમત્કારના રૂપમાં જાવા મળ્યો. ભારતના ઋષિ મુનિએ ધ્યાન યોગા કરતા હતા. તેનું કારણ આ જ હતું કે તેનાથી એક નવીશક્તિ,એક નવી ઊર્જા મળતી હતી. થાઈ ગુફામાં જીવન અને મોત સામે આ કિશોરો અને કોચ ઝઝુમી રહેલા આ ૧૩ લોકોને ભારતીય ધ્યાન યોગથી પોતાની જાતને સંભાળવા વચ્ચે ભારતની પ્રાચીન જીવન પધ્ધતિનું એક રૂપ ધ્યાન યોગને પણ સાચવીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરી દીધું. ભારત સરકારે આ પૂરી ટીમ અને કોચને ભારતમાં બોલાવી તેમનું સન્માન કરવું જોઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY