મે માસમાં જીએસટી કલેક્શન ૯૪૦૧૬ કરોડ રૃપિયા રહ્યુ,એપ્રિલની સરખામણીએ ઓછું

0
10

એપ્રિલમાં ૧ લાખ કરોડથી વધારેની મળી રેવન્યૂ
ન્યુ દિલ્હી,તા.૨
મે માસમાં કુલ જીએસટી કલેક્શન ૯૪,૦૧૬ કરોડ રૂપિયા રહ્યુ. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર મે મહિનાનું જીએસટી કલેક્શન એપ્રિલની સરખામણીએ ઓછું રહ્યુ હતું. એપ્રિલમાં કલેક્શન વધારે હોવાથી યર એન્ડ ઈફેક્ટ રહી. જો કે દરેક મહિનાનું જીએસટીનું સરેરાશ કલેક્શન જોવામાં આવે તો આ ગત નાણાકીય વર્ષની તુલનામાં વધારે રહ્યુ. ગત નાણાકીય વર્ષમાં દરેક મહિને સરેરાશ ૮૯,૮૮૫ કરોડ રૂપિયાનો રેવન્યૂ જીએસટી મળ્યો. જ્યારે મે મહિનાની રેવન્યૂ ૯૪,૦૧૬ કરોડ રૂપિયા નોંધવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર મે ૨૦૧૮ની ગ્રોસ જીએસટી રેવન્યૂ કલેક્શન ૯૪,૦૧૬ કરોડ રૂપિયા રહી. આમાં સીજીએસટીથી ૧૫,૮૬૬ કરોડ, એસજીએસટીથી ૨૧,૬૯૧ કરોડ, આઈજીએસટીથી ૪૯,૧૨૦ કરોડ અને સેસથી ૭,૩૩૯ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. આપને જણાવી દઈએ કે એપ્રિલમાં જીએસટી કલેક્શન ૧,૦૩,૪૫૮ કરોડ રૂપીયા રહ્યુ. પ્રથમવાર જીએસટી કલેક્શન એક લાખ કરોડની પાર પહોંચ્યું હતું. દેશભરમાં જીએસટી ૧ જૂલાઈ ૨૦૧૭થી લાગુ થઈ ગયું છે.
એપ્રિલ મહિનામાં ૩૧ મે ૨૦૧૮ ના સમયગાળા માટે ફાઈલ કરવામાં આવેલા જીએસટીઆર ૩બી રીટર્નના આંકડા ૬૨.૪૭ લાખ જેટલા રહ્યા. માર્ચમાં ૩૦ તારીખ સુધીના સમયગાળા માટે ૬૦.૪૭ લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. મે ૨૦૧૮માં સેટલમેન્ટ થયા બાદ કેન્દ્ર સરકાર અને રાજ્યોને મળેલી કુલ રેવન્યૂ સીજીએસટી માટે ૨૮,૭૯૭ કરોડ અને એસજીએસટી માટે ૩૪,૦૨૦ કરોડ રૂપીયા રહ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર ૨૯ મે ૨૦૧૮ સુધી માર્ચ ૨૦૧૮ માટે રાજ્યોને ૬,૬૯૬ કરોડ રૂપીયાના જીએસટી કમ્પન્સેશન જાહેર કરવામાં આવ્યા. આ પ્રકારે નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં રાજ્યોને કુલ જીએસટી કમ્પન્સેશન ૪૭,૮૪૪ કરોડ રૂપીયા જાહેર કરવામાં આવ્યા હતા.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY