સુરત, તા.૧૭
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોડ૪ નં.૫, નોંધ નં.૧૬૨૧, હસનજી ટેકરો, હરિપુરા વાળી મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૧૬-૫-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાંચમાં માળે આશરે ૬૦૦ ચો.ફુટ. આર.સી.સી. સ્લેબ કરવામાં આવેલ છે. તેમજ ડીમોલીશન પેટે રૂ.૫૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


