ચેન્નાઇ,તા.૨૬
દક્ષિણ ભારતના રાજ્ય તામિલનાડુમાં ૩૦૦૦ દલિતો દ્વારા ઈસ્લામ ધર્મ અંગિકાર કરવામાં આવશે તેવી થયેલી જાહેરાત બાદ ખળભળાટ મચી ગયો છે.
કોયમ્બતુરમાં એક દલિત સંગઠન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. સંગઠનનુ કહેવુ છે કે, મેત્તુપલાયમમાં ૨ ડિસેમ્બરે દિવાલ પડી ગઈ હતી. જેમાં ૧૭ દલિતોના મોત થયા હતા. આ દિવાલ તેમના પર પડયા બાદ તેને અછૂત દિવાલ નામ અપાયુ હતુ.
તમિલ પુલીગલ નામના સંગઠનનુ કહેવુ છે કે, આ ઘટનાના જવાબદાર વ્યક્તિની ધરપકડ તો કરવામાં આવી હતી પણ ૨૦ દિવસમાં તેને જામીન પર છોડી પણ દેવાયો હતો. જ્યારે ન્યાયની માંગણી કરી રહેલા લોકોને જેલમાં બંધ કરી દેવાયા હતા.
સંગઠનનો આક્ષેપ છે કે, શિવસુબ્રમણ્યમ નામના આ વ્યક્તિએ ભેદભાવ કરવા માટે દીવાલ બનાવી હતી. દીવાલ વગર પિલ્લરે ઉભી કરી હતી. કારણકે સુબ્રહ્મણ્યમ આસપાસ રહેતા દલિતોને પોતાની પ્રોપર્ટીથી દુર રાખવા માંગતો હતો. અમારા પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. અમે ૩૦૦૦ લોકોને ભેગા કરીને ઈસ્લામ ધર્મ કબૂલવાનો નિર્ણય કર્યો છે. જેમાંના પહેલા ૧૦૦ લોકો ૫ જાન્યુઆરીએ ધર્મ પરિવર્તન કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


