કાલે સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે સાપુતારામાં બેઠક મળશે

0
12

અમલીકરણ અધિકારી બેઠકમાં હાજર રહેશે
આહવા, તા.૧૧
ગિરિમથક સાપુતારાના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા વિચારણા અને સમીક્ષા અંગેની એક અગત્યની બેઠક તા.૧૨-૩-૨૦૧૯નાં રોજ બપોરે ૧૨ વાગ્યે હોટલ તોરણ હિલ રિસોર્ટના કોન્ફરન્સ હોલમાં આયોજિત કરવામાં આવી છે.
બેઠકમાં સાપુતારાના સ્થાનિક પ્રશ્નો જેવા કે પાણી પુરવઠાના કામો, ડ્રેનેજ સીસ્ટમ, માર્ગ અને મકાન વિભાગના કામો, પોલીસ ખાતાને લગતા પ્રશ્નો, સંગ્રહાલયના રીનોવેશનની બાબતો, આંતરિક માર્ગો તથા ફૂટપાથના કામો, દબાણો હટાવવાના પ્રશ્નો જેવા મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવનાïર છે. સંબંધિત અમલીકરણ અધિકારીઓને તેમના હસ્તકની કામગીરીની પૂરતી વિગતો સાથે બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY