રાજપીપળા ગેસ એજન્સીના કર્મચારી એ મહિલા ગ્રાહક ને આપેલા જવાબ થી યુવતી ચોંકી ઉઠી ત્યારબાદ થઈ માથાકૂટ
નર્મદા જિલ્લા માં પુરવઠા વિભાગ હપ્તા લે છે…? કેમ ગેસ એજસી કે રેશનકાડ માં અમુક માલિકો વિરુદ્ધ પગલાં કે તપાસ થતી નથી..?
ક્યારે ગેસ સિલિન્ડર થી કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ…? શું આ છે જે તે ગેસ એજન્સીની જવાબદારી..?
ગેસ બોટલ વગર આખો દિવસ આ યુવતી ના ઘર માં ચાહ નાસ્તો કે જમવાનું ન બનતા આખરે બહાર થી ભોજન મંગાવવાની નોબત આવી
રાજપીપળા : રાંધણ ગેસ ના વધતા ભાવ અને જે તે ગેસ કંપનીઓ ની પોલિસી સામે અમુક એજન્સી કે તેના કર્મચારીઓ વારંવાર ગ્રાહકો ને હેરાન કરતા હોય છે ત્યારે શુક્રવારે રાજપીપળા ના સોનીવાડ માં એકલાજ રહેતા નિધિબેન નામના ગ્રાહક ને ગેસ એજન્સી ના કમચારી એ આપેલા ઉડાઉ જવાબ થી એ આશ્ચર્ય માં મુકાયા હતા
નિધિબેનના જણાવ્યા મુજબ એમના ઘર નો ગેસ બોટલ નોંધાવ્યા બાદ જે તે એજન્સી માંથી આવ્યો પરંતુ એ રેગ્યુલેટર માં ફિટ ન થતા અન્ય બોટલ લગાવ્યો તો એ બરાબર ફિટ થયો જેથી આ બેન એજન્સી પર પોહચી ફરિયાદ કરતા ત્યાં હાજર એક કર્મચારી એ જણાવ્યું કે રેગ્યુલેટર ખરાબ હશે ત્યારે બીજા બોટલ માં આજ રેગ્યુલેટર ફિટ થાય છે એવી રજુઆત બાદ આ કર્મચારી એ કહ્યું કે અમે શું કરીયે કંપની ગ્રાહકોના વીમા ઉતારે છે માટે કઈ થાય તો વાંધો નથી ત્યારે આ જવાબ સાંભળી નિધિબેન અકળાઈ ઉઠ્યા અને ઉપર ફરિયાદ કરવા જણાવ્યું છતાં આ કર્મચારીના પેટનું પાણી ન હાલ્યું જોકે સંજોગોવસાત એજન્સી ના મલિક બહાર હોય આ મહાશય પોતેજ મલિક હોવાનો રોફ જમાવતો જોવા મળ્યો હતો જોકે આ બનાવ બાદ આખો દિવસ પસાર થયો પણ આ ગ્રાહક ની તકલીફ નું એજન્સી દ્વારા કોઈજ નિરાકરણ ન આવ્યું જેના કારણે બોટલ. વગર જમવાનું પણ બહાર થી મંગાવવાની નોબત આવી એમ સોનીવાડ ના નિધિબેન શુક્લ એ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું સાથે એમ પણ જણાવ્યું કે એજન્સી ના માલિક ગ્રાહકો ની તકલીફ તરત દૂર કરે છે પરંતુ ચા કરતા કીટલી ગરમ હોવાની કહેવત અહીં બંધબેસતી જોવા મળી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







