અરવલ્લી,તા.૧૩
અરવલ્લીની એકલવ્ય સૈનિક સ્કૂલમાં પીટીના ક્લાસ દરમિયાન દોડતી વખતે ધોરણ ૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે અરવલ્લીના શામળાજીના ખેરંચા એકલવ્ય સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીનું અચાનક મોત થતા ચકચાર મચી ગઇ છે. આ વિદ્યાર્થી ધોરણ ૯માં અભ્યાસ કરતો હતો. આ વિદ્યાર્થી જ્યારે પીટીના ક્લાસ દરમિયાન દોડતો હતો ત્યારે જ તેનું મોત થયાનું શાળા સંચાલકો કહી રહ્યાં છે.
જે બાદ શાળા સંચાલકોએ પરિવારને જાણ કરી ત્યાર બાદ તેને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે શાળામાં આવીને તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
વિદ્યાર્થીના પરિવારનો સવાલ છે કે બાળક દોડતો દોડતો એકદમ કઇ રીતે મરી જાય. આ મામલામાં તપાસ થવી જાઇએ. વિદ્યાર્થીના અચાનક મોતને કારણે પરિવારમાં પણ ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


