સુરત, તા. ૨૬
ગત રાત્રે ગોડાદરા સુપર સિનેમાં નજીક કેશવ નગર ખાતે બીજા માળના મકાનમાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ધડાકાભેર સ્લેબ અને આજુબાજુની દિવાલોનો ભુખ્ખો બોલાયો હતો. આ દુર્ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રે ૧૧ વાગ્યાના સુમારે ગોડાદરા સુપર સિનેમા પાસે કેશનગરપ્લોટ નં. ૯૨માં બ્રિજ મોહન હરીપ્રસાદ ગૌતમની માલિકીનું ગ્રાઉન્ડ ફલોર સાથે બે માળનું મકાન છે. બીજા માળે મકાનમાં ગત રાત્રે અચાનક એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બીજા માળનો સ્લેબ અને બન્ïને દિવાલો તૂટી હતી. તેમજ આજુબાજુના બે મકાનનો પણ નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં કૈલાસ મેઘવાડ અને ઈન્દ્ર નારાયણસિંહ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધડાકો એટલો જારદાર હતો કે બીજા માળનો સ્લેબ અને દિવાલ તૂટવાની સાથે આજુબાજુના બે મકાનોને પણ નુકસાન થયું હત઼. સિલિન્ડર ધડાકા બાદ બિલ્ડિંગ નુકસાન થતા તાત્કાલિક ફાયર સ્ટાફે લીંબાયત ઝોનને જાણ કરી હતી. લીંબાયત ઝોનમાં સ્ટાફ દ્વારા રાત્રેજ ભયગ્રસ્ત મકાનનો કાટમાળ ખસેડવાની સાથે મકાન ખાલી કરાવ્યું હતું. આજુબાજુના મકાનો માટે ભયગ્રસ્ત થયેલ મકાનનો જાખમી ભાગ ઉતારવા માટે જરૂરી ડિમોલીશન પણ કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગ સ્ટાફના રિપોર્ટ બાદ મકાન રહે યોગ્ïય છે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






