સુરત, તા.૨૬
વલસાડની મહિલા સામખ્ય સંસ્થા દ્વારા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ધરમપુરની પ્રાંત કચેરી દ્વારા મતદાર જાગૃતિ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઉ૫રાંત મહિલા સશક્તિકરણ, વનબંધુ કલ્યાણ યોજના વગેરે બાબતે પણ સમજણ આપવામાં આવી હતી. ચાઇલ્ડ હેલ્પલાઇનના મનીષાબેને બાળકોના ઉછેરમાં રાખવાની થતી કાળજી, જિલ્લા વિજ્ઞાન અધિકારીએ અંધશ્રદ્ધા દૂર કરી વિજ્ઞાનને અપનાવવા અંગે જાણકારી આપી હતી. મહિલા સામખ્યના સંકલન અધિકારી કનકલતા રાણાએ કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવી સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરીની સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જુનિયર રીસોર્સ પર્સન રજની ચૌધરી દ્વારા કરાયું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






