ખાંભાના ડેડાણમાં ૨ ઇંચ વરસાદ, ઉનાની ગાગડા નદીમાં તણાયેલા યુવાનનો મૃતદેહ મળ્યો

0
15

ગીર-સોમનાથ,તા.૯
રવિવારે ખાંભા પંથકમાં ૧થી ૧૦ ઇંચ વરસાદ પડયો હતો. ત્યારે સોમવારે ફરી ખાંભા પંથકમાં વરસાદે મંડાણ માંડયું છે. ખાંભાના ડેડાણ ગામે એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતા મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા છે. ઉનાના ગાગડા ગામે નદીમાં બે યુવાનો તણાયા હતા. જેમાં એકને બચાવી લીધો હતો અને બીજા યુવાનનો મૃતદેહ ૧૭ કલાક બાદ મળી આવ્યો છે. કોડીનારમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ખાંભાની ધાતરવાડી નદીમાં ગઇકાલે ઘોડાપૂર આવ્યું હતું અને ભયજનક સપાટીને વટાવી ગઇ હતી. આથી કાંઠે આવેલા તમામ ખેતરો ધોવાતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે. તેમજ ખેડૂતોએ વાવેલા પાકનો પણ સોથ વળી જતા પડયા પર પાટુ જેવી સ્થિતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે ભાવનગર-સોમનાથ હાઇવે પર રાજુલા નજીક હિંડોરણા પુલ પર સતત ૮મી વખત ગાબડુ પડયું છે. આથી વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ટ્રાફિક સર્જાતા પુલ સતત વાઇબ્રન્ટ મારી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY