આજરોજ ઉપલેટા શહેરમાં બાપુના બાવલા ચોકમાં આવેલ સર ભગવતસિંહજી કન્યા શાળાના મેદાનમાં ચાલતા લોક જાગૃતિ મેળામાં ઉપલેટા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ ૭ (સાત) સરકારી શાળાના આશરે ૨૦૦૦ બાળકોને આ લોક જાગૃતિ મેળામાં આવેલ વિવિધ જાતની ૭ (સાત) પ્રકારની રાઈડીંગમાં બેસવાની મોજ કરાવી હતી. ગરીબ મા – બાપ ના બાળકોને આ લોકમેળામાં આવેલ ફજેતફાળકા (ચકડોળ) માં બેસવાની નિશુલ્ક વ્યવસ્થા લોકમેળાના પ્રફુલભાઈ પારઘી, બાબુભાઈ સોલંકી તેમજ સાગરભાઇ સોલંકી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ વિક્રમસિંહ સોલંકી તથા નગરપાલિકાના ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયા એ આ તમામ બાળકોને નિઃશુલ્ક રાઈડીંગની યોજાઇ હતી. આ તમામ શાળાના બાળકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. અને બાળકોએ જણાવેલ કે અમે આ મોંઘા ભાવની ટીકીટના ચકડોળોમાં ક્યારે બેસી શકાય હોત? તેમજ તમામ બાળકો ભાવવિભોર થઈ ગયા હતા અને આયોજકોનો આભાર માન્યો હતો. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાએ રીબીન કાપી ઉદ્ઘાટન કરેલ હતું. આ તકે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા, હાલના ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયા તથા તમામ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598/7016006334
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



