સુરત મનપાના અસહ્ય વેરા વધારો પાછો ખેંચવા કોંગ્રેસનો હલ્લાબોલ

0
120

બહુમતીના જોરે ભાજપ શાસકો સુરતની પ્રજાને લુંટી રહ્યાં છે
નોટબંધી, GST નો માર સહન કરી રહેલી સુરતની પ્રજાના માથે વેરો વધારો ઝીંકી પડ્યા પર પાટું માર્યું
સુરત મહાનગર પાલિકા દ્વારા 537 કરોડના અસહ્ય વેરા વધારો પાછો ખેંચવા બાબતે સુરત જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે મનપાની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન યજ્યા હતા. જીલ્લા કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજ પર આરોપ લગાવ્યો કે મહાનગરપાલિકા કરકરસરનું ધોરણ અપનાવવાને બદલે સ્વપ્રસિદ્ધિ પાછળ ભાજપ શાશકો લખલુટ ચર્ચા કરે છે. વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયેલા સુરત મહાનગરપાલિકાના બિન જરૂરી ખર્ચા ઉપર કાપ જરૂરી છે, તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકારમાંથી આવકના બદલામાં મળવાપાત્ર ગ્રાન્ટ લાવવામાં ભાજપ શાસકો નમાલા પૂરવાર થયા છે. નોટબંધી, GST નો માર સહન કરી રહેલી સુરતની પ્રજાના માથે ભાજપના શાસકોએ જંગી વેરો વધારો ઝીંકી ‘પડ્યા પર પાટું માર્યું છે.’ બહુમતીના જોરે ભાજપ શાસકો સુરતની પ્રજાને લુંટી રહ્યાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY