ગોવાના કસીનોમાં હવે માત્ર પર્યટકોને જ પ્રવેશ આપવામાં આવશે

0
18

પણજી,તા.૪
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું કહેવું છે કે આવતા વર્ષેથી રાજ્યના કસિનોમાં માત્ર પર્યટકોને જ પ્રવેશ આપવામાં આવશે. શુક્રવારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો કારણ કે એનાથી ગોવાની સામાજિક રચના ખરાબ થઇ રહી છે અને સ્થાનિક લોકોમાં જુગારને પ્રોત્સાહન આપી રહ્યા છે.
પર્રિકરેએ ગોવા વિધાનસભામાં જણાવ્યું, ‘નીતિ તરીકે ગોવાના લોકોને કસિનોના પ્લેઇંગ ક્ષેત્રમાં જવાની પરવાનગી મળશે નહીં. માત્ર પર્યટકો ત્યાં જઇ શકે છે. એક વખત ગેમિંગ આયુક્તની નિયુક્તિ થઇ ગયા બાદ આ સંબંધમાં એક તંત્ર સ્થાપિત કરવામાં આવશે અને એના વિનિયમન માટે ઉચિત નિયમ તૈયાર કરવામાં આવશે. એમને જણાવ્યું કે હવે કોઇ પણ કસિનોને લાયસન્સ આપવામાં આવશે નહીં. હાલ રાજ્યમાં છે એને બીજે શિફ્ટ કરવામાં આવશે.’
જા કે આ બાબતે કસિનોના માલિકોનું કહેવું છે કે આ પ્રકારના નિર્ણયથી જેમાં લાયસન્સની વર્ષની ફી ને વધારવામાં આવી છે, એનાથી અમારો બિઝનેસ ૫૦ ટકા ઓછો થઇ જશે.
૨૦૦૭ ૧૨ દરમિયાન વિપક્ષમાં રહેલા ભાજપે ગોવામાં ચાલતા કસિનોનો વિરોધ કર્યો હતો. જેના વધારે લાયસન્સ કોંગ્રેસ શાસનમાં આપવામાં આવ્યા હતા. ટોપ ભાજપ નેતાઓ જેમાં પર્રિકર પણ સામેલ હતા એમને ઘણી તકોએ કસિનોને સત્તામાં આવ્યા બાદ બંધ કરવાનું વચન આપ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY