‘હિન્દી મીડિયમ-૨’માં શાહરુખ અને કાજોલની જોડી..!!

0
7

મુંબઈ,તા.૧૮
શાહરુખ ખાન અને કાજાલ જ્યારે પણ સાથે આવ્યા છે ત્યારે તેમણે બિગ સ્ક્રીન પર મેજિક ક્રિએટ કર્યું છે. છેલ્લે રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘દિલવાલે’ ભલે સુપરહિટ ન થઈ હોય, પરંતુ એમાં તેમની કેમિસ્ટ્રીની પ્રશંસા જરૂર કરવામાં આવી હતી. તેઓ ફરી સાથે ફિલ્મ કરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોવાનું જણાય છે. તેઓ ઇરફાન ખાનની સાથે ‘હિન્દી મીડિયમ ૨’માં જાવા મળશે એમ કહેવાઈ રહ્યું છે.
‘હિન્દી મીડિયમ’ની સીક્વલ માટે પ્રોડ્યૂસર દિનેશ વિજાનની શાહરુખ અને કાજાલની સાથે વાતચીત ચાલી રહી છે. આ વખતે સ્ટોરી અમેરિકામાં સેટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શાહરુખ અને કાજાલે સ્ક્ર્રિપ્ટ સાંભળી પણ છે. ‘હિન્દી મીડિયમ’ના ડિરેક્ટર સાકેત ચૌધરી એની સીક્વલને ડિરેક્ટ નહીં કરે. તેમના બદલે હોમી અદજાનિયા એને ડિરેક્ટ કરશે. દરમિયાનમાં શાહરુખ હવે ફિલ્મ ‘ઝીરો’માં જાવા મળશે કે જે ૨૧મી ડિસેમ્બરે રિલીઝ થશે. જેમાં તેની સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ પણ જાવા મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY