સ્વતંત્રતા દિવસે મોદીને ગૂગલ-યૂટ્યૂબ પર લાઈવ જાઈ શકાશે

0
210

ન્યુ દિલ્હી,તા.૧૪
૧૫ ઓગસ્ટનાં રોજ તમે ગૂગલ સર્ચ એન્જિનનો તમે ઉપયોગ કરીને તમે વડાપ્રધાન મોદીનાં ભાષણનું લાઈવ સ્ટ્રીમિંગ જાઈ શકશો. સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને સંબોધન કરશે અને આ અવસર પર ગૂગલ અને યૂટ્યૂબ પર વડાપ્રધાનનાં ભાષણને લાઈવ ટેલિકાસ્ટ જાવામાં આવશે. પબ્લિક બ્રાડકાસ્ટર પ્રસાર ભારતીએ ડિજિટલ ક્ષેત્રે પોતાનાં પ્રચાર માટે ગૂગલ અને યૂટ્યૂબ સાથે ડીલ કરી છે.
ગૂગલ અને યૂટ્યૂબ પર સ્વતંત્રતા દિવસનાં કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. સર્ચ એન્જિનનાં હોમપેજ પર જ તમને તેની લીંક જાવા મળશે. આ કાર્યક્રમનું સીધું પ્રસારણ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તે માટે આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પહેલાથી જ મોદીનાં ભાષણના વીડિયોને સૌથી વધારે વખત જાનારા વીડિયોમાં સ્થાન મળી ગયું હતું. ગૂગલે સૌથી પહેલા આવું પ્રસારણ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્ર્‌મ્પનાં ઉદ્ઘાટન સમારંભમાં કર્યું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY