અમૃતસર,તા.૧૮
ક્રિકેટ અને રાજનીતિ વચ્ચે સંબંધ વધુ મજબૂત થતો જઈ રહ્યો છે. ઘણા સમયથી કેટલાક સ્ટાર ક્રિકેટર્સ તેમની સેકન્ડ ઈનિંગની શરૂઆત રાજનીતિમાં આવીને કરી છે અને સફળ પણ થાય છે. તમને જણાવી દઈએ કે આની શરૂઆત મંસૂર અલી ખાન પટૌદીથી થઈ હતી. જેમને ૧૯૭૧માં પહેલી વાર ચૂંટણી લડી હતી.
આ સિવાય નવજાત સિંહ સિદ્ધૂ, વિનોદ કાંબલી, મોહમ્મદ કૈફ, કીર્તિ આઝાદ, મોહમ્મદ અજહરૂદ્દીન જેવા ક્રિકેટર્સ પર રાજનીતિમાં એન્ટ્રી કરીને સફળ રહ્યાં છે. જ્યારે હવે સૂત્રો મુજબ આ લિસ્ટમાં ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહનું નામ પણ સામેલ થાય એવા સંકેત મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ માટે એક વાર ભારતીય જનતા પાર્ટી હરભજનને અમૃતસર લોકસભા સીટથી ચૂંટણી લડવાની ઓફર પણ કરી ચૂકી છે. જાકે હરભજને આ સંબંધમાં શું જવાબ આવ્યો છે તે વિશે હાલ કોઈ સ્પષ્ટતા નથી.
હરભજને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભાજપ તરફથી તેને એવી એક ઓફર આવી હતી. પરંતુ હાલ કોઈ નક્કિ નથી. હરભજને કહ્યું કે,‘મે તો અત્યાર સુધી કોઈ મોટા નેતા સાથે આ વિશે મુલાકાત પણ કરી નથી. મને નથી ખબર કે રાજનીતિમાં આવવા માટે મારા માટે આ યોગ્ય સમય છે કે નહીં. પરંતુ હું એટલું જરૂરથી કહેવા માંગીશ કે જા હું રાજનીતીમાં આવવાનું મન બનાવીશ તો મારી પાસે તૈયારીઓ માટે સમય ઓછો હશે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





