ન્યુ દિલ્હી,તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાતંત્ર પર્વ નિમિત્તે પાંચમીવાર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. આ પહેલાં ચારવાર પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશના વિકાસ સહિતના મુદ્દા ઉઠાવતા રહ્યા છે ત્યારે આવો જાઈએ કે લાલ કિલ્લા પરથી ચાર સંબોધનો દરમ્યાન પીએમ મોદીએ કરેલા કેટલા વાયદા અને યોજના હજુ પૂરી નથી થઈ શકી.
વાત સાત દાયકા જૂના આયોજન પંચને બંધ કરી નીતિ આયોગના ગઠન કરવાની હોય કે પછી સાંસદો દ્વારા પોતાના મતવિસ્તારમાં આદર્શ ગામ દત્તક લઈ તેનો વિકાસ કરવાની હોય. કે પછી દેશના વિકાસ માટે ટીમ ઈÂન્ડયા બનાવવાની પીએમ મોદીએ આજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી અનેક કાર્યક્રમોની જાહેરાત કરી પરંતુ કેટલીક જાહેરાતો એવી છે જેનો દેશની જનતા હજુ રાહ જાઈ રહી છે.
જનધન યોજના
પોતાના પહેલા સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરી હતી. તે સમયે પીએમ મોદીએ કહ્યું હતુ કે આ યોજના હેઠળ દેશમાં ગરીબ લોકોનું ડેબિટ કાર્ડ બનાવાશે. સાથે જ દરેક પરિવારને એક લાખ રૂપિયાનો જીવન વીમો અપાશે. આ યોજનાથી જનધન ખાતામાંથી ગરીબ પરિવાર જરૂર પડ્યે રૂપિયા કાઢી શકશે. ગત વર્ષોમાં આ યોજના હેઠળ મોટી સંખ્યામાં જનધન એકાઉન્ટ તો ખોલવામાં આવ્યા પણ યોજનાના લાભ મળવાની હજુ ગરીબ પરિવારો રાહ જાઈ રહ્યા છે.
સ્કિલ ઇન્ડિયા
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતુ કે દેશની ૬૫ ટકા વસતી યુવાન છે જે ૩૫ વર્ષથી નાની વયની છે. આ યુવાશક્તિનો મહત્તમ લાભ ઉઠાવવા માટે કેન્દ્ર સરકારે સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમ દ્વારા મોટા સ્કિલ્ડ વર્ક ફોર્સ તૈયાર કરવાની યોજના ઘડી છે.. સાથે પીએમે એ વાત પર પણ ભાર મુક્્યો કે આ કાર્યક્રમોને વિશ્વભરમાં વર્ક ફોર્સ આપવા માટે દેશના યુવાનોને તૈયાર કરવામાં આવશે. પરંતુ ગત ત્રણ વર્ષથી યુવાનો આ કાર્યક્રમ હેઠળ સાર્થક પહેલ થાય તેની રાહ જાઈ રહ્યા છે.
સ્ટેન્ડ અપ યોજના
કેન્દ્ર સરકારે દેશના નાના કારોબારી અને ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે સ્ટેન્ડ અપ યોજના શરૂ કરી. નાના વેપારી અને આંતરપ્રેન્યોરને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાને મહત્વની ગણાવાઈ અને દાવો કરાયો કે તેનાથી દેશમાં મોટી સંખ્યામાં રોજગારીની તકોનું નિર્માણ થશે.પરંતુ આ યોજના પણ યોગ્ય પરિણામની રાહ જાઈ રહી છે..
મેક ઇન ઇન્ડિયા
દેશમાં વેપાર વધારવા માટે પીએમ મોદીએ અત્યાર સુધીની પોતાની સૌથી મોટી સ્કીમ મેક ઈન ઈન્ડિયાની જાહેરાત કરી. આ યોજના હેઠળ સરકાર દેશને સમગ્ર વિશ્વ માટે મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા માંગે છે.. કેન્દ્ર સરકારના પ્રયાસ મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં વિશ્વની કંપનીઓ સાથે ભારતમાં મેન્યુફેક્ચર કરે તે માટેના શરતી કરાર કરવા તૈયાર છે.. આ યોજનાથી સરકાર દેશના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને મજબૂત કરવા માંગે છે. સાથે બ્રાન્ડ ઈન્ડિયાને પણ દુનિયાભરમાં ફેલાવવા માંગે છે.. પરંતુ મેક ઈન ઈન્ડિયા પણ મોટી સફળતાની રાહ જૂએ છે..
આદર્શ ગામ યોજના
કેન્દ્ર સરકારે સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના પહેલા સંબોધનમાં દેશના તમામ સાંસદોને એક ગામ દત્તક લેવાની અપીલ કરી હતી. એક વર્ષમાં દરેક સાંસદે એક ગામને દત્તક લઈ તેને આદર્શ ગામ બનાવવાનું હતુ. હાલમાં આ સ્કીમ બીજા – ત્રીજા તબક્કામાં છે. જેમાં સાંસદોએ બીજા અને ત્રીજા ગામોને દત્તક લઈ તેને આદર્શ ગામ તરીકે વિકસાવવાનું હતુ. પરંતુ હજુ સુધી આ સ્કીમમાં ગામડાઓને આદર્શ ગામો તરીકે વિકસાવાયા નથી.
જીએસટી
પહેલી જુલાઈ ૨૦૧૭ના રોજ દેશમાં સમાન કરપ્રણાલી લાગુ કરવામાં આવી. કેન્દ્ર સરકારને ભરોસો હતો કે જીએસટીના અમલીકરણથી તેમના ખજાનાની સાથે દેશના કારોબારને નવો આયામ મળશે. જાકે તેને લાગુ કરવામાં અને ખામીઓ દૂર કરવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયાસ કરી રહી છે.. એવામાં શક્્ય છે કે પીએમ મોદી લાલ કિલ્લામાં જીએસટી અંગે મહત્વની જાહેરાત કરી શકે છે.. ઉલ્લેખનીય છે કે ચોથા સંબોધનમાં પીએમ મોદીએ વિશ્વાસ અપાવ્યો હતો કે જીએસટી, ક્રાંતિકારી બદલાવ લાવશે. હવે આ સંબોધન દરમ્યાન મોદી ક્રાંતિકારી બદલાવ અંગે કંઈ કહે છે કે નહીં તેના પર નજર રહેશે..
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


