એનઆરસીથી બહાર ૩૦ લાખ લોકો મતદાનનો અધિકાર ગુમાવશે…!!?

0
13

નાગરિકતાના પુરાવા તરીકે એનઆરસીની ઉપેક્ષા કરી શકાય નહીઃ ગૃહમંત્રાલય
ગૌહાટી,તા.૧૦
આસામમાં એનઆરસી(નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન)માં જેમના નામ સામેલ નથી તેવા ૩૦ લાખ લોકોને ચૂંટણીમાં મતદાનનો અધિકાર ગુમાવવો પડે તેવી શક્યતા છે.
રેકોર્ડ પ્રમાણે આ એવા લોકો છે જેમણે એનઆરસી લિસ્ટમાં સામેલ થવા માટે હજી દાવો નથી કર્યો.જે ૪૦ લાખ લોકોના રજિસ્ટરમાં નામ નથી તે પૈકીના માત્ર ૧૦ લાખ લોકોએ જ એનઆરસી રજિસ્ટરમાં નામ સામેલ કરવા દાવો કર્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય એ વાત પર જાર આપી રહ્યું છે કે નાગરિકતાના પૂરાવા તરીકે એનઆરસીની ઉપેક્ષા કરી શકાય નહી.જાકે ચૂંટણી પંચનુ વલણ તેનાથી ઉલટુ છે.
એનઆરસીમાં જેમના નામ નથી તેઓ પોતાના નામ સામેલ કરવા દાવો કરી શકે છે.આ માટે ૧૫ ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.કુલ મળીને આસામમાં ૪૦ લાખ લોકોના નામ રજિસ્ટરમાં સામેલ નથી.આ પૈકી ૧૦ લાખે નામ સામેલ કરવા અત્યાર સુધીમાં અરજી કરી છે.
એનઆરસીમાં નામ સામેલ કરવા માટે પોતે ભારતીય નાગરિક હોવાનો દસ્તાવેજા રજૂ કરવાના રહે છે.જાકે બાકીના લોકો અંગેનો અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY