ન્યુ દિલ્હી,તા.૧૦
સુપ્રીમ કોર્ટ હવે અપરાધીઓને ફાંસી આપવાની જગ્યાએ તેને સુધારવા ઉપર વધુ જાર આપી રહી છે. કોર્ટે કહ્યું કે ઉમરકેદ એક નિયમ છે જ્યારે ફાંસીની સજા અપવાદ છે. અપરાધ ગમે એટલો નૃશંસ કેમ ન હોય અને તે દૂર્લભથી અતિ દૂર્લભના દાયરામાં કેમ ન આવતો હોય. સુપ્રીમ કોર્ટે આ વલણ અપનાવતાં એક માસમાં દસથી વધુ ખૂંખાર અપરાધીઓના જીવ બચાવ્યા છે. ખાસ વાત એ છે કે આ વલણ કોર્ટની તમામ બેન્ચોનું છે અને આ આદેશ વિવિધ બેન્ચોએ પસાર કર્યો છે.
આદેશ જસ્ટિસ એ.કે.સિકરીની અધ્યક્ષતાવાળી ત્રણ જજાની પીઠે આપ્યો છે. કોર્ટે માળી સુખલાલની અપીલ પર વિચાર કરી રહી હતી. સુખલાલે તેની માલિકની હત્યા કરી હતી જેના ઘરમાં તે કામ કરતો હતો. કોર્ટે તેની ફાંસીની સજાને ઉમરકેદમાં બદલી નાખી હતી. આ મામલામાં અપાયેલો સર્વોચ્ચ દંડ આપવાની જરૂર નહોતી કેમ કે આ મામલો દૂર્લભથી દૂર્લભની શ્રેણીમાં નથી આવતો જ્યાં અન્ય વિકલ્પો બંધ થઈ ગયા હોય.
પીઠે કહ્યું કે અમારું માનવું છે કે મામલામાં સજા આપતાં પહેલાં દોષિતને સુધરવાની અને પુનવાર્સ આપવાની સ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



