મુંબઈ,તા.૧૬
માર્કેટે સપ્તાહના અંતમાં સારી તેજી સાથે બંધ થયુ છે. સેન્સેક્સ અને નિફ્ટી ૦.૫ ટકાની મજબૂતી સાથે બંધ થયુ છે. આજના કારોબારામં નિફ્ટીએ ૧૦,૬૯૫ સુધી દસ્તક આપી હતી. જ્યારે સેન્સેક્સ ૩૫,૫૪૬ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. અંતે નિફ્ટી ૧૦,૬૮૦ પાસે જઈને બંધ થઈ તો સેન્સેક્સમાં ૩૫,૪૦૦ની ઉપર ક્લોઝિંગ થયુ હતુ.
જા કે મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં દબાણ જાવા મળ્યુ હતુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ સપાટ થઈને બંધ થયો છે. જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૪ ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં લગભગ ૦.૫ ટકાના કડાકા સાથે બંધ થયો છે.
બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૧૯૭ પોઈન્ટ એટલેકે ૦.૬ ટકાની તેજી સાથે ૩૫,૪૫૭ના સ્તર પર બંધ થયો છે, તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૬૫.૫ અંક એટલેકે ૦.૬ ટકાનો ઉછાળા સાથે ૧૦,૬૮૨ના સ્તર પર બંધ થયો છે.
પીએસયૂ બેન્ક, ફાર્મા, આઈટી અને એફએમસીજીના શેરોમાં સારી ખરીદારી જાવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં ૦.૪ ટકાના વધારા સાથે ૨૬,૨૪૫ના સ્તર પર બંધ થયો છે. જા કે મેટલ અને ઓયલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જાવા મળી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




