બેંકનાં ૭૦૦૦ કરોડ રૂપિયાની રિકવરી માટે ભાગેડુ નિરવ મોદીને નોટિસ અપાઇ

0
5

ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનના રજિસ્ટ્રારે નોટિસ કાઢી
ન્યુ દિલ્હી,તા.૧૦
ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનએ બેંક કૌભાંડી નિરવ મોદી પાસેથી બેંકનાં બાકી નિકળતા લેણા પાછા લેવા માટે નોટિસ કાઢી છે. પંજાબ નેશનલ બેંકનાં ૭૦૦૦ કરોડ રૂપિયા પાછા મેળવવા માટે નિરવ મોદીને નોટિસ કાઢવામાં આવી છે.
ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનનાં રજિસ્ટ્રાર એ. મુરાલી દ્વારા આ નોટિસ કાઢવામાં આવી છે. જેમના નામે નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે તેમાં સાત આરોપીઓનો સમાવેશ થાય છે. આ તમામની ઘણી સંપતિઓ જપ્ત કરવામાં આવી છે અને તેઓ આ સંપતિને કોઇ વેચી કે ફરબદલ કરી શકશે નહીં. નિરવ મોદી એન્ડ કંપનીને જાન્યુઆરી ૧૫, ૨૦૧૯ સુંધીમાં જવાબ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. જા આટલા દિવસોમાં જાઇ જવાબ નહીં આવે તો, બેંક આગળની કાર્યવાહી કરશે.
નિરવ મોદીની સાથે સાથે તેની પત્નિ અમી, તેમના સંતાનો રોહીન, અનન્યા અને અપાસા, તેના ભાઇ નેહલ મોદી, નિશાલ મોદી, દિપક મોદી અને બહેન પૂર્વી મહેતાને પણ નોટિસો ઇશ્યુ કરવામાં આવી છે.
ફેબ્રુઆરી મહિનામાં, પંજાબ નેશનલ બેંકમાં ૧૩,૬૦૦ કરોડનાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને સમગ્ર ભારતીય બેંકિંગ વ્યવસ્થા હચમચી ગઇ હતી.
થોડા સમય અગાઉ, બેંક કૌભાંડમાં ભાગેડું એવા નિરવ મોદીની રૂ ૨૫૫ કરોડની સંપત્તિ હોંગ કોંગમાં જપ્ત કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિરવ મોદી હિરા-ઝવેરાતનો વેપારી છે અને હાલ તે ભાગેડું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY