૪.૬૦ લાખનું દેવું ન ચુકવવું પડે તે માટે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી

0
32

વડોદરા,
તા.૧/૫/૨૦૧૮

હરણી વિસ્તારમાં રહેતા વેપારી અને વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સની તેમના જ મિત્રએ અન્ય સાગરિતો સાથે મળી હત્યા કરી નાખી. પત્નીએ ઘરની બહાર જવાની ના પાડતા પણ પતિ બહાર ગયા અને પરત ન ફર્યા.

શહેરના હરણી રોડ વિસ્તારમાં આવેલા સંગમ ચાર રસ્તા પાસેની તિલક પાર્ક સોસાયટીમાં રહેતા સુરજ સુરેશભાઇ શાહ ગત તા. ૨૫મી એપ્રિલના રોજ પોતાના ઘરેથી મિત્રને મળવા જઉ છું કહીં નીકળ્યા હતા રાતે ૯-૩૦ વાગ્યા સુધી તેઓ પરત ઘરે ન ફરતા પત્ની શ્રુતિબેને તેમના પતિ સુરજને ફોન કર્યો હતો. ત્યારે સુરજે મને થોડી વાર લાગશે તેવું કહીં ફોન પર કહેતા શ્રુતિબેને ફોન મુકી દીધો હતો. મોડી રાત સુધી પતિ ઘરે ન આવતા શ્રુતિબેન ચિંતાતુર થયા હતા, જેથી તેમણે ફરી ફોન કરતા ફોન લાગ્યો ન હતો. બીજા દિવસે એટલ કે ૨૬ એપ્રિલના રોજ સુરજભાઇ અને શ્રુતિબેનની મેરેજ એનિવર્સરી હોવાથી તેઓએ એક વોટ્‌સઅપ પર હેપ્પી મેરેજ એનિનર્સરી મેસેજ મોકલ્યો હતો, પરંતુ તેનો પણ કોઇ જવાબ મળ્યો ન હતો.

બીજા દિવસે પણ સુરજભાઇ ઘરે ન પહોંચતા શ્રુતિબેને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી ઉપરોક્ત તમામ હકીકત જણાવી હતી. જેથી પોલીસ એકશનમાં આવી અને તેમને સુરજભાઇની શોધ શરૂ કરી હતી. પોલીસના હાથે સંગમ ચાર રસ્તા પાસેના સીસીટીવી ફુટેજ હાથ લાગતા સુરજભાઇ ઝાઇલો ગાડીમાં બેસી સવાર થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ઝાઇલો ગાડીના નંબરના આધારે પોલીસે તપાસ કરતા ગાડી નડિયાદની હોવાનું જાણવા મળ્યું હતુ.

જેમાં વિજય વકીલ, મેહુલ અને અન્ય બે શખ્સોએ ભેગા મળી ઝાઇલો કારમાં સુરજભાઇને દારૂ પીવડાવી નાયલોનની દોરી વળે મેહુલે ગાડીમાં જ ગળુ દબાવી દીધુ હતું અને ત્યારબાદ સુરજભાઇનીને પથ્થર સાથે બાંધી લાશ હાલોલ રોડ પર આવેલી નર્મદા કેનાલમાં ફેંકી દીધી હોવાનું પોલીસને જણાવ્યું હતુ. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મૃતદેહ મોડી રાત સુધી મળી આવ્યો ન હતો. જેથી સવારથી જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા હાલોલ રોડ પર આવેલી કેનાલમાં આરોપીઓને સાથે સુરજભાઇના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY