પીએમએ નાગરિક સંશોધન બિલ લાવી આસામની ૧૮ બેઠકો જિન્નાના હાથમાં જતી બચાવી

0
56

આસામના નાણામંત્રીએ આ બિલ લાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો
ગૌહાટી,તા.૯
નાગરિકતા સંશોધન વિધેયક લોકસભામાં પસાર થઈ ગયુ છે ત્યારે આસામના નાણામંત્રી હેમંત બિશ્વા શર્માએ આ બિલ લાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરીને કહ્યું છે કે આસામની ૧૮ વિધાનસભા બેઠકો તેમણે મહંમદ અલી જિન્ના અથવા તો એઆઈયુડીએફના બદરુદ્દીન અજમલના હાથમાં જતી બચાવી લીધી છે.
તેમણે કહ્યું હતુ કે ધર્મના આધારે નાગરિક સંશોધન બિલ લાવવુ પડ્યુ હતુ.જેથી ગેરકાયદેસર ઘૂસણખોરી રોકી શકાય.અમે જાણીએ છે કે આસામની જમીન પર મુસ્લિમ શરણાર્થીઓનો કબ્જા વદી રહ્યો છે.કોંગેસ અને તૃણમુલ કોંગ્રેસ ઈચ્છે છે કે જમીન અધિકાર મુસ્લિમોને આપી દેવાય પણ તે સ્વીકાર્ય નથી.
તેમણે કહ્યું હતુ કે આસામ ગણ પરિષદે આ સંશોધનનુ સમર્થન નહી કરીને ઐતહાસિક ભૂલ કરી છે અને આસામના લોકોને દગો આપ્યો છે.જેઓ આ બિલનો વિરોધ કરે છે તે આસામ રાજ્યની રચના અને તેના ઈતિહાસને જાણતા નથી.મને પુરેપુરો વિશ્વાસ છેકે આ બિલ પસાર નહી થયુ તો આસામના હિંદુઓ માત્ર પાંચ વર્ષમાં જ લઘુમતીમાં આવી જશે.આસામ બીજુ કાશ્મીર બની જશે.આસામ પાકિસ્તાનનો હિસ્સો બને તેવી મુસ્લિમ લીગની ઈચ્છા હતી પણ આસામના પહેલા મુખ્યમંત્રી ગોપીનાથ બારદોલોઈ અને તત્કાલીન કોંગ્રેસી નેતાઓએ આ પ્રયત્ન સફળ થવા દીધો નહોતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY