ડિસેમ્બર મહિનામાં સ્મીમેરમાં ૫૧૧૨ ઈન્ડોર દર્દીઓએ સારવાર મેળવી

0
6

૫૩ હજારથી વધુ આઉટડોર દર્દીઓ નોંધાયા
સુરત, તા.૮
સ્મીમેર હોસ્પિટલમાં માહે ડીસેમ્બર ૨૦૧૮ દરમ્યાન ૫૧૧૨ ઈન્ડોર તથા ૫૩૭૨૪ આઉટડોર પેશન્ટોને સારવાર આપવામાં આવી હતી. ૨૭૮૭ નાના તથા ૮૮૯ મોટા ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા. ૧૧૧૮૮ એક્ષ-રે પાડવામાં આવ્યા હતા. ટી.બી.ના નવા ૧૫૨૮ અને જુના ૧૫૧૬ દર્દીઓ સહિત કુલ ૩૦૪૪ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. દાંતના રોગો માટે કુલ ૧૩૫૨ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ફીઝીયોથેરાપી વિભાગમાં કુલ ૧૬૦૬ તથા આંખ વિભાગમાં ૩૪૨૦ આઉટડોર દર્દીઓ નોંધાયા હતા. લેબોરેટરી વિભાગમાં કુલ ૧૮૦૬૯ દર્દીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોએ આરોગ્યલક્ષી સેવાનો સારો એવો લાભ મેળવી રહ્ના છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY