મોબાઈલ ફોન નહીં આપતા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો

0
20

મજૂરને છાતી અને પેટમાં ચપ્પુના ઘા મરાયા
સુરત, તા.૨૫
પલસાણા તાલુકાના તાતીથૈયામાં આવેલ ખુલ્લી જગ્યામાં એક યુવાન મજૂર લઘુશંકા કરવા ગયેલ હોય ત્યારે ગતરાત્રે બે ઈસમોએ મોબાઈલ ફોન લેવા માટે તેમના પર તિક્ષ્ણ હથિયારથી ખૂની હુમલો કરીને તેમને ઈજાગ્રસ્ત કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુપીના વતની અને તાતીથૈયામાં આવેલ સોનીપાર્ક-૨માં રહેતાં નંદકુમાર દરોગીભાઈ ચૌહાણ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રે લઘુશંકા લાગતા ચલથાણ જવાના રસ્તા તરફ ખુલ્લી જગ્યામાં ગયા હતા. ત્યારે ત્યાં બે અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા અને તેમની પાસે રહેલા મોબાઈલની માંગણી કરી હતી. દરમિયાન મોબાઈલ આપવાનો ઈન્કાર કરતાં નંદકુમાર ઉપર બે ઈસમોએ ખૂની હુમલો કરી છાતીના તેમજ પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY