ગુના,તા.૧૨
પહેલા ઇવીએમ હોટેલમાંથી મળી ચુકવ્યા છે. હવે મધ્યપ્રદેશના ગુનાથી એક ચોંકાવનારી વાત બહાર આવી છે. અહીં એક ઇજનેર એ.કે. શ્રીવાસ્તવના ઘરમાંથી ઇવીએમ મશીન મળી આવી છે. તેની જાણકારી મળતા જ તંત્ર તેમના ઘરે પહોંચી ગયું અને મશીન જપ્ત કરી લીધું. ગુનાની એસડીએમ શિવાની રાયકવારે ઇજનેરને ચૂંટણી પ્રક્રિયામાં લાપરવાહી બદલ તાત્કાલિક સસ્પેંડ કરી દીધા છે. જાકે, એવું કહેવાય છે કે આ ઇવીએમ રીઝર્વ હતું તેનો ઉપયોગ જા કોઇ મશીન બગડે તેના માટે કરવાનું હતું. આ ઇજનેર ઇવીએમ તેમના ઘરે કેમ લઇ ગયા અને તે શું કરવા માગતા હતા તે તો તપાસ પછી જ ખબર પડશે પરંતુ એક લાપરવાહીએ હાલ તો તેમને ઘરે બેસાડી દીધા છે.
આ અગાઉ બિહારની સારણ બેઠક પર છપરામાં એક પોલિંગ બૂથ પર ઇવીએમ તોડવાની તથા તેલંગણામાં પણ આવી ઘટના બહાર આવી હતી. આમ, ઇવીએમ સાથે છેડછાડની વાતો તો સતત આવતી જ રહી છે પરંતુ આ હવે નવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ઇવીએમ હોટેલ, ઘરે લઇ જવા ઉપરાંત તેને તોડી નાંખવાની ઘટનાઓ બની રહી છે. રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે આ ચૂંટણી અગાઉની ચૂંટણી કરતા જુદી છે. રાજકીય પાર્ટીઓના ઉમેદવારો એકબીજા સાથે લડી તો રહ્યા છે પરંતુ પોલિંગ બૂથમાં જઇને ઇવીએમ તોડી પણ નાંખે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



