જેટ એરવેઝના ૨૨ હજારથી વધુ કર્મચારીઓ પર સંકટના વાદળો : બેન્ક લોન આપે તેવી શક્યતા

0
9

મુંબઇ,તા.૨૩
દેવામાં ડૂબેલી એરલાઈન જેટ એરવેઝ બંધ થયા બાદ તેના લગભગ ૨૨ હજારથી વધુ કર્મચારીઓના ભવિષ્ય પર સંકટના વાદળો છવાયા છે. જેટ એરવેઝના કર્મચારીઓની સેલેરીની ચૂકવણી માટે બેન્કોને કેટલીક રકમ લોન તરીકે આપી શકે છે. બેન્કિંગ ક્ષેત્રનું સૌથી મોટું યુનિયન ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલાઈસ એસોસિએશન(એઆઈબીઆઈએ)ના જનરલ સેક્રેટરી સી.એચ.વેંકટચલમે આ માહિતી આપી છે. વેંકટચલમના જણાવ્યા પ્રમાણે આ રકમ ઋણદાતાઓના સંધ દ્વારા સંકટગ્રસ્ત જેટ એરવેઝના કર્મચારીઓને પ્રોવિડન્ટ ફન્ડ કે ગ્રેજ્યુઈટી ગીરવે મૂકીને આપી શકાય છે.
બેન્ક યુનિયનોએ બેન્કોને જેટ એરવેઝના કર્મચારીઓ માટે વિશેષ લોનની સુવિધ ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે. અગાઉ બેન્ક યુનિયનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં યુનિયન તરફથી સરકારને જેટ એરવેઝનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાની અપીલ કરવામાં આવી હતી, જેથી એરલાઈનના કર્મચારીઓનો રોજગાર સુરક્ષિત રાખી શકાય. બેન્ક યુનિયનોએ એ પણ કહ્યુ છે કે જેટ એરવેઝના કર્મચારીઓની બાકી નીકળતી સેલરી અને અન્ય પેમેન્ટ માટે બેન્ક યોગ્ય ગેરન્ટીની સાથે એરલાઈનને ખાસ પ્રકારની લોનની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY