બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ
ગુંટુર,તા.૨૮
આંધ્રપ્રદેશના ગુંટૂરમાં એક મોટી રોડ દુર્ઘટના સામે આવી છે. ગુંટૂરમાં એક ખાનગી સ્કૂલવાન પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. વાન પલટી મારી જવાને કારણે વાનમાં જઈ રહેલા ૧૫ વિદ્યાર્થીઓને ઘાયલ થયાં છે, જ્યારે વાનમાં સવાર ૨ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા છે.
આ ઘટના બાદ વાન ડ્રાઈવર પર સવાલ ઉભા થયાં છે. આ ઘટના તે સમયે બની છે જ્યારે સવારે વિદ્યાર્થીઓ ઘરેથી સ્કૂલ જઈ રહ્યાં હતાં. ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યારે આ દુર્ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતાં. સ્કૂલ પ્રશાસનની ગેરજવાબદારી વિરૂદ્ધ લોકોએ પ્રદર્શન કર્યું હતું.
પોલીસ પ્રશાસન પણ હોસ્પિટલ પહોંચીને કેસની તપાસ હાથ ધરી હતી, જ્યારે બીજી તરફ બસ ડ્રાઈવરની પોલીસ પૂછપરછ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


