રાજસ્થાનઃ આઇઆરએસના અધિકારી ડૉ.સહીરામ મીણા લાંચ લેતા ઝડપાયા

0
12

એસીબીએ રેડ પાડી લગભગ ૧૦૦ કરોડની સંપત્તિ હોવાનો ખુલાસો થયો
ઘરેથી ૨ કરોડ કેશ,૬.૨૫ લાખની જ્વેલરી,૨૫ દુકાનોના પેપર,૧૦૬ રેસિડેન્શિયલ પ્લોટ,પેટ્રોલ પંપ વગેરે હોવાનો ખુલાસો
કોટા,તા.૨૮
રાજસ્થાનના કોટામાં એન્ટી કરપ્શન બ્યુરોએ IRSના અધિકારી ડૉ. સહીરામ મીણાને તેમના જ ઘરેથી લાંચ લેતા ઝડપી પડાયા છે. જ્યારે તેમના ઘરે ACBએ દરોડા પાડ્યા તો અધિકારીઓના હોશ ઉડી ગયા.
ACBએ તેમના ઘરેથી ૨ કરોડ ૩૫ લાખ રૂપિયા કેશ, ૬.૨૫ લાખની જ્વેલરી, ૨૫ દુકાનોના પેપર, ૧૦૬ રેસિડેન્સિયલ પ્લાટ, પેટ્રોલ પંપ, મેરેજ હાલ સહિત કેટલીક જમીન હોવાની જાણકારી મળી છે. જે બાદ ધરપકડ કરાયેલા IRS ડૉ. સહીરામ મીણાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જ્યાં કોર્ટે આરોપી ઓફિસરને એક દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.
આ વિશે ACBના એડીજી સૌરભ શ્રી વાસ્વતે જણાવ્યુ કે ડૉ. સહીરામ મીણાની સંપત્તિ અને લાંચ વિશે અમને ગુપ્ત માહિતી મળી હતી. તેઓ કોટા ઝોનમાં નારકોટિક્સ બ્યુરોના ડેપ્યુટી કમિશ્નર પદ પર તૈનાત છે. તેમના ઘરે અમે રેડ પાડી તો લગભગ ૧૦૦ કરોડની સંપત્તિ હોવાની જાણકારી મળી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY