સાન ફ્રાન્સિકસો,તા.૨૯
ફેસબુકમાં સિક્યોરીટી ફીચર્સની ખામીના કારણે ૫ કરોડ યુઝર્સનો ડેટા ચોરી થઈ ગયો. કંપનીએ શુક્રવારે આ વાતની જાણકારી આપી. ફેસબુકના જણાવ્યા પ્રમાણે, હેકર્સે એક્સેસ ટોકન ચોરીને અકાઉન્ટ પર કબ્જા જમાવી દીધો. એ વાતની તપાસ ચાલી રહી છે કે ડેટાનો અયોગ્ય ઉપયોગ ન થયો હોય.
ફેસબુકનું કહેવું છે કે તેની એન્જિનિયરિંગની ટીમને ૨૫ સપ્ટેમ્બરના રોજ હેકિંગની જાણ થઈ. ત્યારબાદ ૨૭ સપ્ટેમ્બર સુધી ૫ કરોડ ખાતાઓના એક્સેસ ટોકન રિસેટ કરી દીધા. સાવચેતી ખાતર ૪ કરોડ અન્ય ખાતાઓમાં પણ સુધારો કરવામાં આવ્યા.
એક્સેસ ટોકન એ ડિજિટલ કી (Key) છે. તેની મદદથી કોઇપણ ડિવાઈસમાં વારંવાર યુઝરનેમ અને પાસવર્ડ નાખવાની જરૂર નથી પડતી. પરંતુ, યુઝર હંમેશાં લોગ-ઇન રહે છે.
ટોકન રિસેટના કારણે યુઝર્સે ફેસબુક અથવા તેના દ્વારા કોઇ એપને એક્સેસ કરવા માટે હવે ફરી પાસવર્ડ નાખવો પડશે. હેકિંગના શિકાર યુઝર્સને ફેસબુકના ન્યુઝફીડ સેક્શનમાં નોટિફિકેશન પણ મળશે.
ફેસબુકના વ્યુ એજ ફીચરના કોડિંગમાં ખામીના કારણે આ ઘટના બની. વ્યુ એજ ફીચરને એક્ટિવ કરવાથી યુઝર તે જાઇ શકે છે કે તેમની પ્રોફાઇલ બીજા લોકો કેવી રીતે જાઇ શકે છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેસબુકે હાલ વ્યુ એજ ફીચર બંધ કરી દીધું છે. પોલીસ અને ડેટા પ્રોટેક્શન કમિશનને મામલાની જાણ કરી દેવામાં આવી છે.
ડેટા ચોરીના સમાચારથી અમેરિકન શેરબજારમાં ફેસબુકના શેર શુક્રવારે લગભગ ૪% ઘટ્યા. જાકે ક્લોઝિંગ ૨.૫૯%ના ઘટાડા સાથે ૧૬૪.૪૬ ડોલર પર થયું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



