છેતરપિંડી કરી પૈસા પડાવી જનાર આરોપીને પકડી પાડતી લીંબડી પોલીસ

0
7

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે નેશનલ હાઇવે રોડ ઉપર પ્રમુખ કોમ્પ્લેક્ષમાં જય ભવાની ટાયર્સ નામની એપોલો ટાયરની એજન્સી ધરાવતા વેપારી ફરિયાદી ભુપેન્દ્રસિંહ દીપસિંહ સોલંકી કારડીયા રજપૂત પાસેથી અમદાવાદના અશેષ ઉર્ફે લાલો ઉર્ફે વિષ્ણુભાઈ શાહ નામના વાણિયા વેપારી દ્વારા ફરિયાદીનો વિશ્વાસ કેળવી, 2016ની સાલમાં જુદા જુદા સમયે ફુલ ટાયર નંગ 06 કિંમત રૂ.96,100/- ની ખરીદી કરી, વેપારીને ચેક આપી, ખાતામાં રૂપિયા ના હોઈ, વેપારી દ્વારા આરોપી વિષ્ણુ શાહ પાસે અવાર નવાર રૂપિયાની ઉઘરાણી કરવા છતાં, રૂપિયા પરત નહીં આપી, રૂ. 96,100/- ની છેતરપિંડી વિશ્વાસઘાત કરવા બાબતની રજુઆત વેપારી દ્વારા લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવતા, ફરિયાદી એ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિષ્ણુભાઈ શાહ વિરુદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા બાબતની ફરિયાદ આપતા, લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, તપાસ લીંબડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.એસ.ડેલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ…._

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા વેપારી સાથે થયેલ છેતરપિંડીના ગુન્હાના આરોપીને તાત્કાલિક પકડી પાડી, ધરપકડ કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી…_

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. જી.વી.વાણિયા, જે.એસ.ડેલા, એ.એસ.આઇ. બાબુલાલ, હેકો અનિરુદ્ધસિંહ, કુલદીપસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવતા, આ ગુન્હાનો આરોપી વિષ્ણુભાઈ શાહ ધનસુરા પોલીસ સ્ટેશન અરવલ્લી ખાતે પકડાયેલ છે અને હાલમાં જેલમાં હોવાની વિગત મળતા, લીંબડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ નીતાબેન સોલંકી અને સ્ટાફ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ આધારે કબજો મેળવી, આરોપી અશેષ ઉર્ફે લાલો ઉર્ફે વિષ્ણુભાઈ જશવંતલાલ શાહ ઉવ. 43 રહે. સોમેશ્વર એપાર્ટમેન્ટ, ઇસનપુર, અમદાવાદની ધરપકડ કરવામાં આવેલ છે…._

પકડાયેલ આરોપી અશેષ ઉર્ફે લાલો ઉર્ફે વિષ્ણુભાઈ જશવંતલાલ શાહની લીંબડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.એસ.ડેલા તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપી અશેષ શાહને ધંધામાં ખોટ જતા, દેવું વધી જતાં, પોતે વેપારી પાસેથી લીધેલા ટાયરના રૂપિયા ચૂકવી શકેલ નહીં હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. આમ, પકડાયેલ આરોપી દ્વારા પોતે આચારેલા છેતરપિંડી વિશ્વાસઘાત ના ગુન્હાનો લુલો બચાવ કરી, છેતરપિંડી કરી, મેળવેલ રૂપિયા વપરાય ગયા હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ છે…._

આશરે એકાદ લાખ જેટલી માતબર રકમના છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ આરોપી અશેષ ઉર્ફે લાલો ઉર્ફે વિષ્ણુભાઈ જશવંતલાલ શાહ ભૂતકાળમાં અરવલ્લી ના ધનસુરા પોલીસ સ્ટેશન તથા અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી વિશ્વસઘાત છેતરપિંડીના ગુન્હાઓ આચારેલા હોઈ, પકડાયેલ આરોપી આંતર જિલ્લા આરોપી છે. પકડાયેલ આરોપી દ્વારા આ ઉપરાંત બીજા જિલ્લાઓ તથા શહેરોમાં ગુન્હાઓ આચરેલાની શક્યતાઓ આધારે લીંબડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.એસ.ડેલા તથા સ્ટાફ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે….

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY