જંતુનાશક દવા-ઓનો વેંચાણ કરતા ઈસનપુરના વેપારીએ સરકારી નિયમોને નેવે મુકયા ! : જનરલ સ્ટોરમાંથી સરકારી અનાજ ચોખાનો જથ્થો મળી આવ્યો
હળવદમાં એલીગન્સ ફુડ ફેકટરીમાંથી ગત તા.૭ના ઝડપાયેલ અનાજ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ પંથકના નવા ઈશનપુર સહિત કડિયાણા ગામે સસ્તા અનાજની દુકાન સીઝ કરાઈ હતી જેની તપાસ હજુ પૂર્ણ થઈ નથી ત્યાં નવા ઈસનપુર ગામ (ભકિતનગર)માં આવેલ શ્રી હરિકૃષ્ણ જનરલ સ્ટોરના ગોડાઉનમાં રાશનનો શંકાસ્પદ મોટા પ્રમાણમાં ચોખાનો જથ્થા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી માહિતી મળી આવી હતી જેનું સ્ટીંગ ઓપરેશન કરાતા સરકારી અનાજ ચોખાનો જથ્થો હોવાનું ખુલતા કાળા બજારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પંથકમાં અનાજ કૌભાંડની ચર્ચા ચોરેને ગલીએ છે ત્યારે હળવદ તાલુકાના નવા ઈશનપુર ગામે આવેલ શ્રી હરિકૃષ્ણ જનરલ સ્ટોરના ગોડાઉનમાં પડેલ મોટા પ્રમાણમાં ચોખાનો જથ્થો હોવાનું ખાનગી રાહે વિગત મળી હતી. જેના આધારે સંપૂર્ણ હકિકતની નવા ઈસનપુર ગામના જનરલ સ્ટોરના ગોડાઉનમાં જનરલ સ્ટોરના માલિક કિરીટ ઈશ્વરભાઈ પરમારને સાથે રાખી તપાસ કરતા કાળા બજારીઓના રાશનની પોલ છતી થઈ હતી. અને ત્યાં રહેલ સરકારી નિગમનો રાશનનો અનાજ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સરકારી અનાજનો જથ્થો કોનો છે ? અને કયાંથી આવ્યો ? શી કામ આવ્યો? તે સમગ્ર તપાસમાં ભાંડાફોડ થાય તેમ છે ત્યારે જિલ્લા પુરવઠા વિભાગ અને હળવદ મામલતદાર દ્વારા નવા ઈશનપુરના કાળા બજારી કરતા શખ્સ સામે શું કાર્યવાહી કરવામાં આવશે ? તે હાલ માત્ર સવાલ જ છે.
વધુમાં સ્ટીંગ ઓપરેશન દરમિયાન સરકારી રાશનના ચોખાનો જથ્થો પડેલ હતો ત્યાં હસમુખ અંબારામના ગોડાઉનમાં જંતુનાશક દવાઓનો જથ્થો પણ સાથે સામેલ હતો. જેથી જંતુનાશક દવાઓની દુર્ગંધ રાશનના અનાજમાં બેસી જવાના લીધે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ પણ એક પ્રશ્વ છે કે, શું જંતુનાશક દવાઓ કયારેય પણ ચોખાની અંદર પાવડર કે રંજકણ સ્વરૂપે નહીં પડતી હોય ? તેવા વેધક સવાલો સાથે જનરલ સ્ટોરના માલિક ચર્ચાના વમળમાં મુકાયા છે. તો સાથો સાથ એવું પણ જાણવા મળે છે કે, એગ્રીકલ્ચર કરેલા હોય તેવા જ લોકોને જંતુનાશક દવાઓના વેચાણ બાબતે લાયસન્સ અપાતું હોય છે. તો શું આ કિરાણા માલિકને જંતુનાશક દવા વિશે કોઈ જ્ઞાન હશે કે કેમ? તાત્કાલિક ધોરણે જીલ્લા પુરવઠા દ્રારા તપાસહાથ ધરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે, હજુ પણ અનેક કૌભાંડ બહાર આવે તે વુ હળવદ પંથકના લોકો માંટોપ આેફ ધી ટાઉન બની ચર્ચાઈ રહ્યુ છે
ફોટોલાઈન, જનરલ સ્ટોરના ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો મળી આવતા ચકચાર
મયુર રાવલ હળવદ
મો 9909458555
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


