રાજપીપળા: સૌરાષ્ટ માં અનેક જગ્યા એ સેવા સહકારી મંડળીઓ દ્વારા ખરીદ કરેલ મગફળી માં માટી ઢેફાં ,કાંકરા ભેરવી ગોડાઉનમાં સ્ટોરેજ કરવામાં આવેલ છે સાથેજ મગફળી ખેડૂતો ની વેપારીઓ ખરીદવામાં આવે છે ત્યારે જે 35 કિલોની બોરીઓ માં 20 કિલો માટી ઢેફાં કાંકરા નીકળે છે આ સમગ્ર ઘટના માં સરકરી વહીવટી તંત્રનું શંકાસ્પદ રીતે કૌભાંડ બહાર આવ્યું છે અને જેબાબતે આજે કોંગ્રેસ આક્રમકઃ બન્યું છે અને ભાજપ સરકાર સામે આક્ષેપો કરી રહ્યા છે, જે મગફળી કૌભાંડ છે જેમાં ભાજપ ના મોટા માથા ઓ પણ સામેલ છે જેબાબાત ની તટસ્થ તપાસ ની માગ સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકરો સહીત નાંદોદના કોંગી ધારાસભ્ય પી ડી વસાવાની આગેવાની માં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી કલેક્ટર આર.એસ.નિનામા ને આવેદન પત્ર આપ્યું અને સરકાર તટસ્થ તપાસ કરી કાસુરવારોને ગંભીર સજા કરે જેવી માંગ કરી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ, જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઈ વસાવા,મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષા વસાવા, કોંગ્રેસ આઇટી સેલ ના જતીન વસાવા, જયંતીભાઈ વસાવા, પૂર્વ પાલિકા પ્રમુખ ભરત વસાવા, આરોગ્ય સમિતિ ચેરમેન દિનેશ તડવી, મુંતઝિર ખાન, પ્રકાશ વસાવા, ચંદ્રકાન્ત પરમાર સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

આ બાબતે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા એ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ ની સરકાર કૌભાંડો ની સરકાર છે અને જે હકીકત છે જેની તપાસ હાઇકોર્ટ ના સીટિંગ જજની અધ્યક્ષતામાં થવી જોઈએ સરકાર ના આ કૌભાંડ નો રેલો સરકારની ખુરશી ના ગબડાવી પાડે એ માટે બીજી દિશામાં તપાસ કરે છે અને ઉલ્ટા ચશ્માં પહેરાવે છે એટલે આ બાબતે તપાસ સ્પષ્ટ થવી જોઈએ નહીતો કોંગ્રેસ જલદ આંદોલન આપશે।
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





