સલાબતપુરા અને પાંડેસરામાં જુગાર રમતા ૭ જુગારી ઝડપાયા

0
3

રૂ.૧.૧૯ લાખની મતા સાથે જુગારીઓ પકડાયા
સુરત, તા.૧૫
સલાબતપુરા અને પાંડેસરા પોલીસે વરલી-મટકા અને ગંજીપાનાના જુગારના અડ્ડા પર રેડ કરી જુગાર રમતા કુલ ૧૨ લોકોને ઝડપી પાડ્યા હતા અને કુલ રૂ.૧,૧૯૪૮૦નો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સલાબતપુરા પોલીસે રૂસ્તમપુરા શહીદ ચોક પાસેથી વરલી મટકાનો જુગાર રમાડતા દેવાનંદ દયારામ ગજરે રહે. પદમાનગર, માનદરવાજા તથા રિક્ષા ચાલક ઐયુબ મીર્ઝા શેખ રહે. મોમણાની ચાલ, સહારા દરવાજાને ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે કુલ રૂ.૪૮૭૦૦ની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પાંડેસરા પોલીસે ગઈરાત્રે કરશન નગરમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા બલરામ શદાનંદ સ્વાઈ, સંતોષ રાજેન્દ્ર બહેરા, જીતેન્દ્ર રવિન્દ્ર નાય, ગોપીનાથ ભગવાનભાઈ પરીડા, યુધિષ્ઠીર અભિરામ પઢીયાલી, ટુન્ના ગણપત જૈન, સંતોષ ઉર્ફે મામુ બિસ્નોઈ કુમાર સન્યાસી મલિક, અરૂણ કૈલાશ માનથા, તથા અજીત કાશીનાથ પઢીયાલીને ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે રોકડ મળી કુલ રૂ.૭૦૭૧૦ની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY