મુંબઈ,તા.૨૭
બુધવારે કારોબારી સત્રમાં ભારતીય શેર બજારમાં ઘટાડા સાથે બંધ થયો હતો. દિવસનો કારોબાર ખત્મ થયો ત્યારે સેન્સેક્સમાં ૬૮ પોઇન્ટના કડાકા સાથે ૩૫,૯૦૫.૪૩ અને નિફ્ટી ૪૧ પોઈન્ટની કમજારી સાથે ૧૦,૭૯૪ પર બંધ થયો હતો. નિફ્ટીના ૫૦ શેરોમાં ૨૦ લીલા નીશાન પર બંધ થયા હતા.
પુલવામા હુમલાબાદ આજે સવારે શેરબજારમાં રોનક નજર આવી રહી હતી. સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના બેચમાર્ક ઈન્ડેક્સ, સેન્સેક્સ ૨૪૬.૪૮ પોઈન્ટના વધારા સાથે ૩૬,૨૨૦.૧૯ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૫૪.૨૫ પોઈન્ટ સાથે ૧૦,૮૮૯.૫૫ પર ખુલ્યુ હતુ.
જાકે પાકિસ્તાન ભારતીય સીમા પર હવાઈ ઘુસપેઠના સમાચારોથી બજાર પર નર્વસ અસર જોવા મળી છે. સેન્સેક્સ જાત જાતામાં ૬૦૦થી વધારે પોઈન્ટ ગગડ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૦થી વધારે પોઈન્ટ તૂટ્યો હતો.
થોડા સમય પછી બજારમાં રિક્વરી જાવા મળી હતી. બપોર બાદ સેન્સેકસમાં ૫૦ પોઈન્ટની મજબૂતી સાથે ટ્રેડ કરતો જાવા મળ્યો હતો. નિફ્ટી બપોર બાદ ૮ પોઈન્ટના કડાકા સાથે ૧૦,૮૦૦ પર ટ્રેડ કરતો જાવા મળ્યો હતો. સેન્સેક્સમાં દિવસ દરમિયાન ૩૬,૩૭૧.૧૧ હાઈ સ્પીડ પર અને નીચલી સપાટી ૩૫,૭૩૫.૩૩ રહ્યો છે.
સેન્સેક્સમાં સૌથી વધારે ઘટાડો વેદાંત, ટાટા મોટર્સ, યસ બેન્ક, કોટક અને એચસીએલ ટેક શેરોની રહી છે. જ્યારે ઓટો, સન ફાર્મા, એલએન્ડટી, એનટીપીસી અને એક્સિક બેન્ક ટોપ ગેનર રહ્યા.
મંગળવારે પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં જૈશએ મોહમ્મદના આતંકીઓના ઠેકાણાઓ પર થયેલા હુમલા બાદ બજારમાં ભારે કડાકો આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



