દિલ્હીમાં હવે રેશનિંગના સામાનની હોમડિલિવરી કરાશે

0
49

ન્યુ દિલ્હી,તા.૬
અધિકારોની લડાઈમાં સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ દિલ્હીની કેજરીવાલ સરકારે ઉપરાજ્યપાલની મંજુરી વગર પહેલા નિર્ણયનો અમલ કરી દીધો છે.
જે પ્રમાણે દિલ્હીમાં રેશનિંગની દુકાનોના ગ્રાહકોને હવે રેશનિંગની વસ્તુઓી હોમ ડિલિવરીની સુવિધા મળશે. આ પહેલા આ યોજના સામે ઉપરાજ્યપાલે વાંધો ઉઠાવ્યો હતો.
કેબિનેટે આ યોજનાને લીલી ઝંડી આપી દીધા બાદ પણ ઉપરાજ્યપાલની સંમતિ નહી હોવાતી ફાઈલ ૬ માર્ચથી રાજ્યપાલ ભવનમાં પડી રહી હતી.
જાકે હવે કેજરીવાલે ફૂડ ડિપાર્ટમેન્ટને આ યોજનાનો અમલ કરવા માટે આદેશ આપી દીધો છે. આ માટે ઉપરાજ્યપાલના વાંધાની સરકારે દરકાર કરી નથી.
દિલ્હીની કેજરીવાલ સરકારનો રેશનિંગના સામાનની હોમડિલિવરી કરાવવા પાછળનો તર્ક એ છે કે રેશનિંગની દુકાનમાંથી અનાજ બારોબાર કાળાબજારમાં જતુ રહે છે. જા લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે તો આ પ્રકારની સમસ્યા નહી રહે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY