ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાના પરાજય માટે અશ્વિન જવાબદારઃ હરભજન સિંહ

0
9

મુંબઈ,તા.૫
સાઉધમ્પ્ટન ખાતે ચોથી ટેસ્ટમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે ૬૦-રનથી પરાજય થયો અને ભારતે પાંચ મેચોની સીરિઝ ૩-૧થી ગુમાવી દીધી છે એ માટે ભારતના અનુભવી ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે સાથી ઓફ્ફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનને જવાબદાર ગણાવ્યો છે.
હરભજન સિંહે ઈંગ્લેન્ડના ઓફ્ફ-સ્પિનર મોઈન અલીની પ્રશંસા કરી છે અને અશ્વિનની ઝાટકણી કાઢી છે. એણે કહ્યું કે મોઈન અલીએ સ્પિન બોલિંગ માટે માફક આવે એવી ડ્રાય કન્ડિશન્સનો સરસ રીતે લાભ ઉઠાવ્યો હતો. એણે સમગ્ર મેચમાં કુલ ૯ વિકેટ ઝડપી હતી જ્યારે અશ્વિન માત્ર ત્રણ જ લઈ શક્્યો.
હરભજને વધુમાં કહ્યું છે કે આ પિચથી ઓફ્ફ-સ્પિનર્સ માટે ખૂબ મદદ મળી રહી હતી. માત્ર જરૂર હતી બોલને ચોક્કસ રફ પેચ પર નાખવાની અને એમ કરવાથી ઢગલાબંધ વિકેટ મળતી હતી. મોઈને બરાબર એવું જ કર્યું હતું. આ પહેલી જ વાર મેં જાયું કે ઈંગ્લેન્ડના સ્પિનરો ભારતના સ્પિનરો કરતાં સારી બોલિંગ કરી ગયા. અશ્વિન વિકેટો લઈ શક્્યો નહીં એ કારણે જ ભારત સીરિઝમાં ૧-૩થી પાછળ રહી ગયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY