નિફ્ટી ૧૫૧ અંકના ઘટાડા સાથે ૧૧૪૩૮ પર બંધ
મુંબઈ,તા.૧૦
વૈશ્વિક ટ્રેડવોરની ચિંતા, ડોલર સામે રૂપિયાના ઘસારા અને દેશની ચાલુ ખાતાની ખાધમાં વધારાને પગલે મુંબઈ શેરબજારમાં આજે ૪૬૭.૬૫ પોઈન્ટ્સ (૧.૨૨%)નું તોતિંગ ગાબડું પડ્યું હતું.
રૂપિયો આજે ડોલર સામે ઈન્ટ્રા ડેમાં વધુ ૧.૩% ગગડીને ૭૨.૬૭૩૫ની નવી નીચી સપાટીને સ્પર્શી જતાં બજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. જોકે, બાદમાં રૂપિયામાં થોડી રિકવરી જોવા મળી હતી.
દિવસ દરમિયાન બીએસઈ સેન્સેક્સ ઉપરમાં ૩૮૩૫૪.૫૨ અને નીચામાં ૩૭૮૮૨.૮૩ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૪૬૭.૬૫ પોઈન્ટ્સના ધોવાણ સાથે ૩૭૯૨૨.૧૭ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
નેસનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૧,૫૭૩.૦૦ અને નીચામાં ૧૧,૪૩૦.૪૫ પોઈન્ટસની વચ્ચે ટ્રેડ થયા બાદ ૧૫૧.૦૦ પોઈન્ટ્સ (૧.૩૦%)ના ઘટાડા સાથે ૧૧,૪૩૮.૧૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૬૮ ટકા અને ૧.૦૭ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧.૭૫ ટકા, બીએસઈ એનર્જી ઈન્ડેક્સ ૧.૬૭ ટકા, બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧.૬૫ ટકા, બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧.૫૯ ટકા ઘટીને બંધ રહ્યા હતા. સોમવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.
અમેરિકા ચીન વચ્ચેના વેપાર વિવાદના કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક સંકેતોથી માર્કેટ પર ખરાબ અસર થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર આયાત શૂલ્ક વધારવાની ચીમકી આપી છે. તો સામે ચીને પણ વળતો પ્રહાર કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




