મુંબઈ,તા.૧૯
યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસે પોતાના અગાઉના નિર્ણયમાં ફેરબદલ કરી છે. આ ફેરફાર સાથે હવે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગથી પાસ થનાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કસ્ટમર વર્ક સાઇટ્સ પર રાખવામાં નહી આવે. યુએસસીઆઇએસે શુક્રવાર રાત્રે આ પ્રતિબંધોને નાબૂદ કરતા તેની વેબસાઇટ પર જાહેરાત કરી હતી, જા કે તેમાં એ પણ જણાવાયું છે કે એમ્પ્લોયરોએ તેમની તાલીમની જવાબદારી પૂરી કરવાની રહેશે. તેમજ ૨૦૧૬ના એસટીઇએમ-ઓપીટીના નિયમોને ધ્યાનમાં રાખી “લેબર ફોર હાયર”ની વ્યવસ્થા કરવી. તાલીમ પૂરી કરવાની જરૂરિયાત અને વ્યાપક નિયોક્તા-કર્મચારી સંબંધનું અસ્તિત્વ, બન્ને હમેશા એસટીઇએમ-ઓપીટી કાર્યક્રમનો અભિન્ન અંગ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ૧૨ મહિનાના ઓપીટીને પાત્ર છે જે હેઠળ તેઓ અમેરિકામાં કામ કરી શકશે. જે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિતમાં પોતાની ડિગ્રી પૂરી કરી છે, તેઓ ૨૪ મહિનાના ઓપીટી માટે અરજી કરવા પાત્ર રહેશે. ઓપન ડોર્સ સર્વેમાં જણાવાયું છે કે અમેરિકામાં ૧.૯ લાખ ભારતીય વિદ્યાર્થી છે, જેમાં એસટીઇએમ કોર્સના વિદ્યાર્થી સૌથી વધારે છે.
ઇમિગ્રેશન એજન્સીના થર્ડ પાર્ટી પ્લેસમેન્ટના નિયમોમાં થયેલા ફેરફારોને સીધા જ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યા હતા. એપ્રિલમાં જાહેર કરાયેલા આ નિયમો હેઠળ એસટીઇએસના વિદ્યાર્થીઓને તાલીમ કાર્યક્રમને નિયોજકો પોતાના કોઇ પણ સમયે કરી શકતા જેના હિસાબે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કામની તક ઓછી મળતી હતી.
આઇટી સેવા કે બીજી કંપનીઓ કે સ્ટાફિંગ ફર્મ્સ જે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને કસ્ટમર વર્કસાઇટ ટીમો સાથે રાખતી હતી, જે હવે નહી રાખી શકે. ન્યૂયોર્ક સ્થિત ઇમિગ્રેશન એટોર્ની અને લો ફોર્મના સંસ્થાપક સાયરસ સાઇરેટ મહેતાએ જણાવ્યું કે યુએઅસીઆઇએસે એસટીઇએમ-ઓપીટી વિદ્યાર્થીઓની ઓફસાઇટ પ્લેસમેન્ટ પર પ્રતિબંધ ન મૂકતા પોતાના પાછળના નિર્ણયને ફેરવી નાખ્યો છે. જે ભારતીય વિદ્યાર્થીઓ માટે સારી તક સમાન છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



