ન્યુ દિલ્હી,તા.૮
કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૪૯૭ (વ્યભિચાર)નું સમર્થન કર્યું છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ કલમને પડકાર આપનારી અરજી પર સુનાવણી દરમિયાન પોતાનો પક્ષ રજુ કર્યો હતો.
સ્ત્રી-પુરૂષના લગ્નેત્તર સંબંધો સાથે સંકળાયેલી આ કલમનો પક્ષ લેતા મોદી સરકારે કહ્યું છે કે, વ્યભિચાર વિવાહ સંસ્થાન માટે ખતરો છે. સરકારે એ પણ કહ્યું હતું કે, તેની અસર પરિવારો પર પડે છે.
કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સાલિસિટર જનરલ પિંકી આનંદે સ્પષ્ટ કર્યું છે કે, આપણે આપણા સમાજમાં થઈ રહેલા વિકાસ અને ફેરફારના હિસાબે કાયદાને જાવાની જરૂર છે ન કે તેને પશ્ચિમી દેશોની નજરે આ કાયદા પર પોતાનો મત આપવો જાઈએ.
૧૫૮ વર્ષ જુની ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૭ કહે છે કે, આઈપીસીની કલમ-૪૯૭ અંતર્ગત કોઈ લગ્ન કરેલ પુરૂષ કોઈ અન્ય પરિણિત મહિલા સાથે સમહતિથી શારીરિક સંબંધ બાંધે છે તો તે મહિલાનો પતિ એડલ્ટરી (વ્યભિચાર)ના નામે તે પુરૂષ વિરૂદ્ધ કેસ નોંધાવી શકે છે. જાકે, તે વ્યક્તિ પોતાની પત્ની વિરૂધ કાર્યવાહી નથી કરી શક્તો અને ન તો લગ્નેત્તર સંબંધમાં સંકળાયેલ પુરૂષની પત્ની આ બીજી મહિલા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી શકતી.
આ કલમ અંગર્ગત એ પણ જાગવાઈ છે કે લગ્નેત્તર સંબંધમાં શામેલ પુરૂષ વિરૂદ્ધ માત્ર તેની સાથી મહિલાનો પતિ જ ફરિયાદ નોંધાવી શકે છે. કોઈ અન્ય સંબંધી અથવા નજીકનો વ્યક્તિની ફરિયાદ આવા પુરૂષો વિરૂદ્ધ સ્વિકાર્ય નથી ગણાતી.
પરસ્પદ સહમતિથી પરિણિત પુરૂષ મહિલા સાથે શારીરિક સંબંધને ગુનાનીએ શ્રેણીમાં રાખવાની આ કલમ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં સરજી દાખલ કરવામાં આવી છે, જેના વિરૂદ્ધ સુનાવણી ચાલી રહી છે અને કેન્દ્ર સરકારે અરજી વિરૂદ્ધ જઈ વર્તમાન કલમનું સમર્થન કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



