ભરૂચ શહેર માં હેરીટેજ વોક યોજાઈ

0
402

ભરૂચ નગરમાં આવેલ ઐતિહાસિક મહત્‍વ ધરાવતા સ્‍થળો/ઇમારતો માટેની મુલાકાત લઇ તે સ્‍થળોનું ઐતિહાસિક મહત્‍વ સમજાવવા માટે હેરીટેજ વોક યોજાઈ.


ભરૂચ નગરમાં નથું ધોભણ ધર્મશાળા, સ્‍વામિનારાયણ મંદિર સામે, દાંડીયા બજાર – ભરૂચ ખાતે હેરીટેજ વોક યોજાઇ હતી અને પ્રથમ તબક્કામાં દસ જેટલાં હેરીટેજ સ્‍થળોની મુલાકાત લેવામાં આવી હતી.


કલેક્‍ટર રવિકુમાર અરોરાએ જણાવ્‍યું હતું કે, નર્મદા નદીના તટ પર વસેલું ભરૂચ શહેર ભૃગૃકચ્‍છ ના નામથી પ્રખ્‍યાત બનેલું હતું. ભરૂચ પોતાની ઐતિહાસિક ઓળખ ધરાવતું નગર છે.ભૃગૃ ઋષિ ની તપોભૂમિ એવી આ ધરા પર આવેલ ભૃગૃકચ્‍છ ના ફુરજા બંદરની જાહોજલાલી જગવિખ્‍યાત હતી. ભરૂચ શહેરમાં ઐતિહાસિક મહત્‍વ ધરાવતા ધણા સ્‍થળો, મંદિરો તથા ઇમારતો આવેલ છે. આ સ્‍થનોનું મહત્‍વ આજની પેઢી સમજી શકે તે માટે અને ઐતિહાસિક વારસો લોક ઉજાગર કરવાની જરૂરીઆતને ધ્‍યાને લઇ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી – ભરૂચ ધ્‍વારા ઐતિહાસિક મહત્‍વ ધરાવતા સ્‍થળો – ઇમારતોનું ભરૂચ જિલ્લામાં કાર્યરત કંપનીઓ – સંસ્‍થાઓ પાસેથી સી.એસ.આર હેઠળ ફંડ મેળવી નવીનીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા અને હરીશ જોશીએ પ્રાસંગિક પ્રવચનો ર્ક્‍યા હતા.

આ હેરીટેજ વોકમાં કલેક્‍ટર રવિકુમાર અરોરા, નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, સિટીઝન કાઉન્‍સીલના પ્રમુખ કમલેશ ઉદાણી, ચીફ ઓફિસર સંજય સોની તથા શહેરીજનો જોડાયા હતા.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY