હડતાળનાં બીજા દિવસે કોલકાતામાં ડ્રાઈવરોએ હેલ્મેટ પહેરી બસ ચલાવી

0
15

આ હિંસક બંધમાં બે વિદ્યાર્થી ઘાયલ
હાવરા,તા.૯
બુધવારે વિવિધ કામદાર સંઘની હડતાલનો બીજા દિવસ રહ્યો હતો. કેન્દ્રની લોકો તેમજ કર્મચારી વિરોધી નીતિઓના વિરોધમાં બે દિવસની હડતાલનું એલાન સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સે આપ્યું હતું. કોલકાતામાં હડતાલના બીજા દિવસે પણ ભારે ગરમાગરમી જાવા મળી હતી અને છૂટાછવાયા સ્થળો પર હિંસક બનાવો ચાલુ હોવાનું જણાયું છે. હાવરા જિલ્લામાં સ્કૂલ બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. દરમિયાન રાજ્ય સરકારે સરકારી બસ ડ્રાઈવરોને હેલ્મેટ પહેરીને બસ ચલાવવા આદેશ કર્યો હોવાથી શહેરના માર્ગો પર બસના ડ્રાઈવરો હેલ્મેટ સાથે બસ ચલાવતા હોવાના દ્રશ્યો જાવા મળી રહ્યા છે. લઘુતમ વેતન, સામાજીક સુરક્ષા યોજના તેમજ ખાનગીકરણના વિરોધમાં દેશના વિવિધ ટ્રેન યુનિયન્સ દ્વારા હડતાલ પાડવામાં આવી છે.
હાવરામાં સ્કૂલ બસ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચીને વિરોધકર્તાઓને વિખેરી નાંખ્યા હતા. સીપીઆઈએમના વરિષ્ઠ નેતા સુજન ચક્રવર્તીની રેલી યોજવા બદલ બુધવારે ફરી ધરપકડ કરવામાં આવી છે. શહેરના દક્ષિણ ભાગ એવા જાદવપુરમાં બસ સ્ટેન્ડમાં રેલી યોજવા બદલ તેમની ધરપકડ કરાઈ છે.
એકંદરે પ્રથમ દિવસે હડતાલને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. પ. બંગાળમાં રાજ્ય સરકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવતા પ્રદર્શનકારો પર નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યા હતા. બેન્કિંગ સેવા મહદઅંશે પ્રભાવિત થઈ હતી. જા કે ચાના બગીચાના કામદારોએ નિયમિત રીતે કામગીરી બજાવી હતી. પીએસયુ તેમજ વીમા કંપનીઓમાં કામકાજ ઠપ રહ્યા હતા.
કોલકાતામાં દેખાવકારોએ કેટલાય સ્થળોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળાં સળગાવ્યા હતા. કર્ણાટકમાં પણ બંધને કારણે ટ્રેન સેવાઓ પ્રભાવિત થઇ છે. દિલ્હીના પડપટગંજ વિસ્તારમાં ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયનના સભ્યો વિરોધ દેખાવો કરી રહ્યા છે. નોર્થ ર૪ પરગણા જિલ્લામાં શાળાની સ્કૂલ બસ પર હુમલો થયો હતો.
પૂર્વોત્તરમાં પણ નાગરિકતા સુધારા વિધેયક વિરુદ્ધ બંધ પાળવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સમર્થકોને પોલીસ સાથે જાધવપુરમાં અથડામણ થયાના સમાચારો મળી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY