નર્મદા LCB એ કલીમકવાણાં ગામ ની સિમમાં સાંતેડેલા 26,250 ના દારૂ સાથે એક ની ધરપકડ કરી.

0
86

નર્મદા જિલ્લા પોલિસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તરફથી જિલ્લામાં પ્રોહીબિશન અને જુગાર ની પ્રવૃત્તિઓ ઉપર સદંતર નાબૂદ કરવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે, જેના આધારે રાજપીપલા પોલીસ્ટેશન વિસ્તાર માં LCB PSI એ.ડી.મહંત તેમના સ્ટાફ સાથે પ્રોહી. વોચ ની કામગીરી માં હતા તે દરમિયાન તેમને દારૂ ખેતર માં છુપાવ્યો હોવાની માહિતી મળેલ, અને આ દારૂ મિતેશભાઇ ઉર્ફે છગનભાઇ સુરેશભાઇ તડવી અને યોગેશભાઈ ભયજીભાઈ વસવાઓ સાથે મળીને મોટરસાયકલ ઉપર લાવ્યા હોવાની મળેલી માહિતી ના આધારે રેડ કરતા કવતારીયા ની બોટલ નંગ 341 કિંમત રૂ. 17050/- તેમજ બિયર ના ટીન 92 નંગ કિંમત રૂ. 9200/- મળી કુલ 26250/- ના મુદ્દામાલ સાથે આરોપી મિતેશ ઉર્ફે છગનભાઇ તડવી રહે. કલીમકવાણા તા. ગરુડેશ્વર . જી. નર્મદા ની અટક કરી તેની વિરુદ્ધ રાજપીપલા પોલીસ્ટેશન માં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY