મુંબઈ,તા.૧૨
ટચૂકડા પરદાની માતબર અભિનેત્રી હિમાની શિવપુરીએ એવો રહસ્યસ્ફોટ કર્યો હતો કે આલોક નાથના સ્વભાવ અને વર્તન વિશે સમગ્ર મનોરંજન ઉદ્યોગ જાણે છે. એકવાર શરાબ પી લે ત્યારબાદ એ પોતાના હોશોહવાસ ગુમાવી દે છે અને ગેરવર્તન કરવા માંડે છે.
આલોકનાથ સાથે ઘણી ટીવી સિરિયલો ને ફિલ્મો કરી ચૂકેલી આ કલાકારે કહ્યું કે ફેસબુક પર વિન્તા નંદાની પોસ્ટ વાંચીને હું ચોંકી ઊઠી હતી. જો કે આલોકનાથનું વર્તન જગજાહેર છે. ઇટ્સ એન ઓપન સિક્રેટ. એમાં નવું કશું નથી.
હિમાનીએ આલોક નાથ સાથે હમ સાથ સાથ હૈં, પરદેશ અને કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મો અને ઘર એક સપના જેવી સિરિયલો કરી છે. એણે કહ્યું કે તમે કોઇ મહિલાની ઇચ્છા વિરુદ્ધ એની સથે જાતીય દુરાચાર કરી શકો નહીં. એના પર રેપનો તો સવાલ જ ઊઠતો નથી. વિન્તા નંદાની પોસ્ટ વાંચીને હું સ્તબ્થ થઇ ગઇ છું. આલોક નાથ આટલી હદે નીચે ઊતરી જશે એની મને પણ કલ્પના નહોતી.
હું એમની મર્યાદાથી પરિચિત હોવાથી સેટ પર એક પ્રકારનું ડિસ્ટન્સ રાખીને એમની સાથે કામ કરતી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





